SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ TI, છે. સાસણી પરેં સાંભરે હો બેટા, તું વસે હિયડા બાર બેટા (૮૩) કૃતપુણ્યના માતા-પિતા પોતાના પુત્રનું શ્વાસની જેમપ્રતિપળ સ્મરણ કરતા હતા. ૮. વહૂરતન એ તાહરી બેટા, સુગુણ સતી સુકલીણ બેટા કોઇલ ક્યું કાલી હુઇ બેટા, વિરહિણી જૂરી જૂરી ક્ષીણ બેટા (૯૩) રાસનાયિકાના પ્રિયતમ વિરહની શોકાગ્નિમાં શરીરના હાડ-માંસ સૂકાઈ જતાં, તેનો ઉજળો. વર્ણકોયલ જેવો શ્યામ બન્યો. ૯. માલ વિના એ મુઆ જિસ્યો રે લાલ, દીઠો ન આવેદાય (૧૦૦) વેશ્યાએ નિર્ધનને નિધન સમાન ગણ્યો છે. ૧૦. મનમાન્યો એ માહરો રેલાલ, બીજો નાવે દાય; જિમ નયણાં વિચપૂતળી રે લાલ, તિમતનમનને સુહાય (૧૧૧) દેવદત્તાએ માતાને કહ્યું, “આંખની મધ્યમાં રહેલી પૂતળી (કીકી) સમાન કૃતપુણ્ય મને તના અને મનથી પ્રિય છે. ૧૧. ચંદ્ર ગ્રહો જ્યુરાહુ હો જી, મુખ વિલખે છબી શોભતી લાલ (૧૦૬). માવિત્રના મૃત્યુનાં સમાચાર સાંભળી, રાહુ દ્વારા ગ્રસિત થયેલા ચંદ્ર સમાન કૃતપુણ્યનું મુખા નિસ્તેજ બન્યું. ૧૨. જિમ અતિ વૂડે મેહ હો જી, નવનવરંગધરતી ધરેલાલ (૧૮૩) જેમ મેઘની વૃષ્ટિ થતાં વસુંધરા નવપલ્લવિત બને છે, તેમ પતિના આગમનથી જયશ્રીનો ચહેરો ખીલી ઉઠયો. ૧૩. એ નર નિર્મળ જલઆંસુ, (૨૬૯) કૃતપુણ્યની નિર્મળતા જલબિંદુ સાથે તુલનીય છે. ૧૪. મન રંગ રાતો ફુલ ક્યું જાસુ(૨૬૯) જેમ જાસુદનું ફુલ ચિત્તાકર્ષક હોય છે, તેમ કૃતપુણ્યનું દર્શન સ્ત્રીઓને મન અત્યંત મનમોહક હતું. ૧૫. નાહ વિહણી નાર, રસ વિણ જાણે શેલડીજી (૩૦૮) પતિ વિનાની સ્ત્રી રસ વિનાની શેરડી જેવી તુચ્છ અને નકામી છે. ૧૬. ત્રણેહી ત્રણેહી શોહે તિમમનમોહતીજી, પાન સોપારી કાથ; રંગરસ રંગરસ શાહે ગયે એહવીજી, ખીર ખાંડ ઘીની સાથ (૩૯૪) દેવાંગના જેવી ચારે નારીઓ પાનમાં સોપારી અને કાથાની જેમ રૂપરંગમાં મનમોહક હતી. તથા ખીરમાં ખાંડ અને ઘીની જેમ શોભતી હતી. (પાનનો રંગ લીલો હોય છે. તેમાં સોપારી, કાથો, ચૂનો વગેરે ભળે છે ત્યારે મુખ લાલ થાય છે અને શોભે છે તેમજ રૂપ અને રંગ જામે છે.) ચારે સ્ત્રીઓની સ્વભાવની મધુરતા અને સુંદરતા દર્શાવવા સુંદર માલોપમાં પ્રયોજાયેલી છે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy