SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૯ નયરંગમુનિજી – શ્રી ગણિ વિમલવિનયજી – શ્રી ગણિ ધરમમંદિરજી - hઉપાધ્યાય શ્રી પુણ્યકલશજી -*શ્રી જયરંગમુનિજી • કવિનું શબ્દ પ્રભુત્વ, અર્થ ગાંભીર્ય, પ્રૌઢ વિદ્વતા, બુદ્ધિ પ્રતિભા અને ભાષા વૈભવ સ્થાને સ્થાને ઝળકે છે. અહીં કૃતિકારની સર્વતોમુખી વર્ણન શૈલીની સૂઝને નિહાળીને ચિત્તમાં ચમત્કાર થાય છે. દુઃખના, તપ ત્યાગના, પ્રવાસના, લગ્ન કે જન્મના, વૈરાગ્ય કે નિર્વેદના પ્રસંગોને અદ્દભુત શૈલીમાં અનેક પ્રકારની ઉપમાઓ, સુંદર અલંકારોથી સજાવી છે. જેમાં સર્જનકારની રચનારીતિની કુશળતા છતી થાય છે. સમગ્રપણે જોતાં મધ્યકાલીન “કયવન્ના ચરિત્ર’ની દાનનું મહાત્મય દર્શાવતી આ કતિ સાહિત્ય સાગરના શિરોમણિ ભાવને ધારણ કરનારી દીર્ઘકાય કૃતિ તરીકે નિર્વિવાદ કહી શકાય. ઉપમા અલંકાર : રાસમાં પ્રયોજાયેલી ભરપૂર ઉપમાઓ જોતાં એવું લાગે છે કે, કવિશ્રીને ઉપમા અલંકાર સવિશેષ પ્રિય હશે. તેમાંની કેટલીક ઉપમાઓ નીચે પ્રમાણે છે. ૧. સૂર્યબિંબ સ્પંપૂરવું, છીપ સોહે જેમ મોતી રે (૧૦) પૂર્વ દિશામાં જેમ સૂર્યબિંબ શોભે છે અને છીપમાં મોતી શોભે છે, તેમ વસુમતીના ગર્ભમાં પુણ્યશાળી જીવ શોભી રહ્યો. ૨. દિન દિન વાધે ચંદ્ર જ્યુ, ચઢતે ચઢતે વાન; (૨૦) પ્રતિદિન કૃતપુણ્ય ચંદ્રની કળાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યો. ૩. આઇપ્રીતમ પાસ, બોલે જેમ સરસતી હો(૨૩) વસુમતી શેઠાણીની મધુરવાણી સરસ્વતી દેવી સાથે તુલનીય છે. ૪. નારીને ભરતાર, જોડી સરખી જડી હો લાલ; હર ગૌરી રાધા કૃષ્ણ, કામ રતી પરગડી હો લાલ (૨૬) કૃતપુણ્ય અને જયશ્રીની સરખેસરખી જોડીને શંકર અને પાર્વતી, રાધા અને કૃષ્ણ તેમજ કામદેવ અને રતિ સાથે સરખાવી છે. અહીં સુંદર માલોપમા છે. ૫. ચડે મૃગ જ્યુપાસ, બોલે વિકસી હસી; (૬૯) જેમ શિકારીની જાળમાં મૃગ ફસાય, તેમ રાસનાયકવેશ્યાના સંગમાં ફસાયો. ૬. વેશ્યા શું રાતો રહે હો લાલ, જિમ ભમરોવનરાજિ (૦૯) જેમ ભમરો વનરાજીમાં આશક્ત રહે, તેમ કૃતપુણ્ય ગણિકામાં લુબ્ધ રહ્યો. ૧. ઉપાધ્યાય પુણ્યકલશે શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત પ્રાકૃત દ્વયાશ્રય પર વૃતિ રચી, જે તેમના ગુરુભાઈ લક્ષ્મીતિલકજીએ સંશોધી. (પ્ર. મુંબઈ, સંસ્કૃત સીરીઝ, ઈ. ૧૯૦૦) આ લક્ષ્મીતિલકજીએ સં. ૧૩૧૧માં ૧૦ સર્ગનું પ્રત્યેક બુદ્ધ ચરિત્ર' નામનું સંસ્કૃતમાં “જિનલક્ષ્મી' અંકવાળું મહાકાવ્ય રચ્યું. તેમના ગુરુ જિનરત્નસૂરિ હતા. ૨. કવિશ્રી જયરંગજીની અન્ય કૃતિઓ - ૧. ચતુર્વિધસંઘ નામમાલા (સં. ૧૦૦૦); ૨. દશવૈકાલિક સર્વ અધ્યયન ગીત (સઝાય) (સં.૧૦૦૦, વિકાનેર); ૩. અમરસેન વયરસેન ચોપાઈ (સં. ૧000); ૪. દશવૈકાલિક ચૂલિકા ગીત; ૫. દશ શ્રાવકગીતો
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy