SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૧ એટલે જાણે કમળની પાંખડી!નાકની નથણી જાણે શુકરાજની વાંકી ચાંચ! હોઠ દાડમ જેવા રાતા અને દંતપક્તિ જાણે મોતીની હારમાળા! કાનમાં સુંદર ઝાલી ઝબુકે છે. પયોધર જાણે બે કુંભ! સિંહણ જેવી મલપતી ચાલ જાણે નિ:શંક બની ચાલતો ગજરાજ! વિશાળ ચરણ અને લાંબા કરકમળ હતા. કંઠ કોકિલા જેવો મધુર હતો. સંસ્કૃત સાહિત્યમાં ‘સિંહ જેવી કમર, કળશ, કુંભ જેવા સ્તન, કુંભારનાં ચક્ર જેવાં નિતંબા અને હરણ જેવા નેત્ર' આવી ઉપમાઓ સતત પ્રયોજાયેલી છે. કવિ તેને અનુસર્યા છે. ૪. વિજયપુર પાટણનું પ્રાકૃતિક વર્ણન (૧૨-૧૩); કર્મનિષ્ઠ અને ધર્મનિષ્ઠ પ્રજાજનો (૧૪-૧૮); વિજયસેન રાજાનું પરાક્રમ (૧૯-૨૨); સ્થાનિકનગરનાં વૈભવનું વર્ણન (૨૩-૨૫) અભુત છે. પ્રસ્તુત વર્ણનથી ભૂતકાલીન સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક પરિસ્થિતિનો અણસાર આવે છે. ૫. બાળકની બીમારીનું સચોટ અને રસપ્રદ કારણ વિસ્તારપૂર્વક આલેખાયું છે. (૬૨-૬૬) વછ ચારિવા ગયું ફરીનઇ, તેહવિ થયું તિહાંમેહ; તિણિ બીહકઇ ગયા વછ, દિલોદિસિ આપ આપણઇ ગેહ અસ્તાચલ ગયું દિનકર તેહવિ, પસરિઉમેઘાઘાર; દાડુમોર કોકિલા બોલઇં, વિચિ વીજલિ કાઝંકાર ઉંચ-નીચ ભુઇં કિમ હીડાયઇં? પંથલહિઉનવિજાઇ અંધારે રયણિઇ ગોપુરના, દ્વાર ઉઘાડ્યાં ન જાઇ ટૂકડઉ આવી રહિઉ ગોવાલઉ, સીત વાઇ કષ્ટાણો; થયું પ્રભાતનઇ આવિઉં, મંદિર રોગતણઉ થયું એ ટાણો સરસ આહાર અજીરણદોષઇ, થઇ વિસૂચિકાતાસ; સૂલ ઉપનો સાસ વધિઉ અતિ, હવિ ન્યઉ કિહાં કરઇ વાસ? ખીર ખાઈને વસુદત્ત ઢોર ચરાવવા સીમમાં ગયો. ત્યાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો. ભડકીને ઢોરો આઘાં પાછાં ચાલ્યાં ગયાં. પોતપોતાના ઘરે પહોંચાડતા સૂર્યાસ્ત થયો. વસુદત્તા વરસાદમાં ભીંજાણો. આકાશમાં વીજળી કડાકા કરતી હતી. અંધારામાં ઊંચી નીચી ભૂમિમાં ઝડપથી ચાલી ન શકવાથી ઘણો સમય પસાર થયો. વસુદત્ત માર્ગ ભૂલ્યો. રાત્રિનાં સમયે શ્રીપુર નગરનાં દ્વારા બંધ થયા. તે પ્રભાતના સમયે નગરની નજીકમાં આવ્યો ત્યારે તેને ઠંડી ચડી. તેનું શરીર રોગથી ઘેરાયું. અહીં તળપદી વર્ણનમાં ભયંકર અને રૌદ્ર રસ પ્રયોજાયો છે. કવિશ્રીએ કલાનાનાં સુંદર તોરણો બાંધ્યાં છે. ૬. ધન્યશેઠને ત્યાં ખોળાનો ખૂંદનારની ખોટ હતી. પ્રસંગોપાત કવિશ્રી પુણ્યની ઉપાદેયતાનો ઉપદેશ ટાંકવાનું ચૂક્યા નથી. અહીં કવિશ્રી અસલ ધર્મગુરૂ બન્યા છે. (૦૩). છે. પુત્ર પ્રાપ્તિ માટે કલાવતી શેઠાણીએ યોજેલા મિથ્યાત્વ સૂચક ઉપાય. (૦૪-૦૬) કરઇ તે મિથ્યાત સુત કારણઇ, ગોત્ર જ ગોરિ મનાવિ રે;
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy