SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. લૂણ ઉતારવું(૧૬૦) : બલા દૂર કરવા પાત્રમાં મીઠું નાખી માથા ઉપર ફેરવવું. કોઈ સૌભાગ્યવતી બહેને કૃતપુણ્યના માથેથી લૂણ ઉતાર્યું. મોતીડે વધાવવું(૧૬૦) : ઉમળકાથી આવકાર આપવો, પ્રિયજનના આગમનથી અત્યાનંદ થવો હૈયામાં શ્વાસ ન માવો(૧૦૩) : અપારદુ:ખ થવું. સાપ છછુંદર દાઈ (૨૧૧) : ન ગળાય કે ન છોડાય એવી મુશ્કેલ ભરી પરિસ્થિતિ. ચારે પુત્રવધૂઓ મુંઝવણમાં મૂકાણી કારણકે ન તો કૃતપુણ્યને છોડી શકતી હતી, ન સાસુના વેણ ઉથાપી ઉપરવટ જઈ શકતી હતી. ૬. 3. ૪. ૫. દુઃખઈ ઘસતી હાથ (૨૧૬) : પસ્તાવો કરવો, બળાપો કરવો, હારી જવું. ચારે સ્ત્રીઓને અડધી રાતે સાસુના કહેવાથી પોતાના જ હાથે કૃતપુણ્યને સાર્થવાહના ટોળામાં મૂક્યો પડયો ત્યારે દુઃખથી ભારે પસ્તાવો કરવા લાગી. . અંગણિ થયું વિદેસ (૨૮૬) : પાસે હોવા છતાં દૂર લાગવું. કૃતપુણ્યનો પરિવાર રાજગૃહી નગરીમાં જ હોવા છતાં ઠામ-ઠેકાણાનો કોઈ પત્તો ન હોવાથી તેને તે સ્થાન વિદેશ જેવું ઘણું દૂર લાગતું હતું. વર્ણનાત્મક શૈલી ૧. ૪૨૦ ૨. 3. ભાગ્ય વિના સાધુનો સંગ ન થાય. (૫૫-૫૦) કૃતપુણ્યની મહાત્માને વહોરાવતી વેળાની દોલાચલ ચિત્તવૃત્તિ (૫૮-૬૦) મનિ શ્રદ્ધાÛ થયું રોમંચિત, દેવા ઉઠિઉ દાન; ચિત ચિંતઇ ‘દેઉ આઘૂં એહનઇ, આઘૂ મુઝનિ દાન' વલી વિમાસÙ ‘થોડું દીસઇં, તૃપતિ ન એતલિં હોસ્યઇ; ટાટૂં લૂખઉ પડસ્યઇ ઇણમાં, રસ એહનઉ તવ ખોસ્યઇં અથવા ભમસ્યઇ કિહાં ઘરિ ઘરિ? આપું પૂરણ અન;' ઇમ આલોચી દીધૂં સઘલૂં, ત્રિહું ભાગઇ કરી મન્ન ન માધવસેનાના દેહ સૌંદર્યનું ઉત્પ્રેક્ષા અને ઉપમા અલંકાર યુક્ત લાક્ષણિક વર્ણન : અહો! વેણી સરલી કાલઉ નાગી, અહો! મણિ રાખડી મણીયા લાગ; નિલવટિ તેજ તપÛ સનૂર, મૂખ પૂનમ સસિ જાણે પૂર. અણીયાલી આંજિ આંખડી, કમલતણી સાચી પાંખડી; નાસિકા સુક ચંચ વેસર જાણિ, અધર વિઠૂમ દંત મોતિનખાણિ. કાનિઝબૂકી ઝાલિ સુરંગિ, ફૂલી બાંહ કલાચિકા ભંગિ; પાન પયોધર કેસરલંકી ગતિ, જિસ્યઉ ગજપતિ નિસંક. ચરણકમલ કરકમલ ઉદાર, કોકિલ કંઠ જિત્યું શ્રીસ્વર; રુપ વખાણીઉ ત્રીજી ઢાલ, વિજયશેખર પૂરી થઇ તતકાલ. તેજસ્વી લલાટ, પૂનમના ચંદ્રમાં જેવું ગોળમટોળ મુખ, અણીયાણા કાજળ આંજેલા નયન । : (૯૪-૯૦)
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy