SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૫ ચડે છે. અર્વાચીન કાળમાં પણ આ જ પરંપરા છે પરંતુ વર્તમાન કાળે તેમાં થોડો ફેરફાર જોવા મળે છે. જ્યાં પુત્ર નથી, ત્યાં સંતાન તરીકે આ હક્કપુત્રીને પણ આપવામાં આવે છે. ૧૫. રાસનાયિકાએ આર્થિકકઠણાઈઓમાં પોતાની હૈયાઉકલતથી ચરખો કાંતવાનું શરૂ કર્યું. (૩) અહીં તેની સ્વાભિમાનતા અને સ્વાવલંબનતા તેમજ જીવનની ખડકાળ વાસ્તવિકતા નજરે ચડે છે. ૧૬. કૃતપુણ્યએ પોતાની પત્નીને પૂછ્યું, માવિત્ર ક્યાં છે?”પત્નીએ કહ્યું, “પરલોકગયા.”(૪) અહીં કૃતપુણ્યને માતા-પિતાના અવસાનનાં સમાચાર પત્ની દ્વારા પ્રાપ્ત થાય છે. ૧૦. પરદેશ જવા કૃતપુયે શાહુકાર પાસેથી વ્યાજે પૈસા લીધા. (૫) ૧૮. રાસનાયિકાએ પૂછયું, “પરદેશથી શું કમાઈને લાવ્યા?'' રાસનાયકે કહ્યું, “ધન પાછળ આવે છે. તે આવશે ત્યારે લેખા (હિસાબ) કરશું.” (૮) ૧૯. પુત્રને ભૂખ લાગી ત્યારે પિતાએ કહ્યું, “કોથળીમાં છે તે લઈને ખા.” (૮) બાળકે સ્વયં કોથળીમાંથી લાડુ લઈ લીધો. ૨૦. હાથીને વીંટળાયેલો જલચર પ્રાણી ચોર્યાસી હાથ લાંબો હતો. (૯) ૨૧. કંદોઈના તેની જ જ્ઞાતિની કન્યા સાથે રાજાએ લગ્ન કરાવ્યા. (૧૦) ૨૨. કુટુંબ સહિત યક્ષપૂજન માટે આવનાર વ્યક્તિએ પાંચ પાંચ મોદક લાવવા, એવી રાજાજ્ઞા થઈ. (૧૧) ૨૩. રાજાનો ફરમાન થતાં વૃદ્ધાએ વિચાર્યું, “હવે શું કરવું?' (૧૧) અહીં કવિશ્રીએ વૃદ્ધાને બેફિકર ન બતાવતાં અસ્વસ્થ બતાવી છે. કવિશ્રીએ કથાને વધા ઝડપથી આગળ વધારવા સાસુ-વહુઓ વચ્ચેનો વાર્તાલાપટાંક્યો નથી. ૨૪. બાળકો યક્ષની મૂર્તિને “પિતાજી! પિતાજી!' કહી વળગી પડયા ત્યારે વૃદ્ધાએ પકડાઈ જવાના ભયથી બાળકોને ખેંચતાણ કરતાં તાકીદ આપતાં કહ્યું, “મૂર્તિની આશાતના ન કરો.” (૧૨) ૨૫. વૃદ્ધાને એકલાખ રૂપિયા અને જીવે ત્યાં સુધી રહેવા માટે ઘર આપ્યું. (૧૩) નિરાધાર વૃદ્ધા સાથે રાજાએ ન્યાયપૂર્વક ઈન્સાફ કર્યો છે. ૨૬. કૃતપુણ્ય શેઠ સ્ત્રીઓ સાથે ભોગવિલાસમાં દિવસો પસાર કરે છે. (૧૩) કવિશ્રીએ સ્ત્રીઓની સંખ્યાનો ઉલ્લેખ કર્યો નથી. વળી, મદનમંજરી કઈ રીતે કૃતપુણ્યના ઘરે આવી તેનો ખુલાસો કવિશ્રીએ ક્યાંય કર્યો નથી. ર૦. કૃતપુણ્ય મુનિ તેજ ભવમાં મુક્તિરૂપી રમણીને વર્યા. (૧૪) કવિશ્રી કૃતપુણ્ય મુનિને ચરમશરીરી ગણી તેમની સિદ્ધગતિ નોંધે છે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy