SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. ૬. ૪૧૪ o. અહીં પાડોશણોની પરોપકારવૃત્તિ અને ભાવસભર વિજ્ઞપ્તિ નજરે ચડે છે. ખીર પીરસીને માતા કામ કરવા ગઈ ત્યારે ગંગદત્તે ચિંતવના કરી કે, ‘જો કોઈ મુનિવર આવે તો તેમને અન્ન વોહરાવું.' (૨) ગંગદત્ત આહીરનો પુત્ર હતો. તે જૈન ધર્મથી વંચિત હતો, છતાં સંવેદનશીલ અને ઋજુતાને કારણે પોતાનામાંથી બીજાને આપવાની ઉદાર ભાવના તેનામાં પ્રગટી, એ કર્મની લઘુતા દર્શાવે છે. જૈન કવિશ્રીએ પ્રસંગોપાત રીતે શ્રાવકની આચાર સંહિતા તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. ગંગદત્તના ભીતરની ઉત્તમ ભાવના ફલિત થતાં માસક્ષમણના તપસ્વી મુનિરાજ વહોરવા પધાર્યા. (૨) શુદ્ધ અંતઃકરણ પૂર્વકની ભાવના અવશ્ય ફળે છે; એવું કવિશ્રી દર્શાવે છે. શુદ્ધ ભાવનાના બળે ચંદનબાળાને ભગવાન મહાવીર સ્વામી મળ્યા, શાલિભદ્રનો પૂર્વભવ સંગમ ભરવાડને માસક્ષમણના તપસ્વી મુનિરાજ મળ્યા, નયસારને જંગલમાં મહામુનિ મળ્યા! ગંગદત્તે ખીરની થાળીમાં બે લીટી દોરી ખીરના ત્રણ ભાગ કર્યા. ત્યારપછી બધી ખીર મહાત્માને વહોરાવી દીધી. (૨) મનગમતી વસ્તુ કઠિનતાથી પ્રાપ્ત થયા છતાં બીજાના પરોપકાર માટે હર્ષથી આપવાની ત્યાગ વૃત્તિ તેમજ બાળકની ત્રૂટક મનોવૃત્તિ અહીંદ્રષ્ટિગોચર થાય છે. ૮. લૂખુંસૂકુંખાનાર ગંગદત્તને ખીર જેવું ભારે ભોજન ખાવાથી અતિસાર (કોલેરા) રોગ થયો. (૨) ૯. રાજગૃહી નગરીના ધનાવાહ શેઠની પત્ની સુભદ્રાની કુક્ષિમાં ગંગદત્ત પુત્રપણે અવતર્યો.(૨) ૧૦. પુત્રજન્મની ખુશાલીમાં શેઠે સ્વજનોને જમાડયા. (૩) ૧૧. યૌવનના ઉંબરેપગ મૂકતાં ધનાવાહ શેઠે પુત્રના વિવાહ કરાવ્યા. (3) રાસનાયકના વિવાહ કોની સાથે થયા તે અંગે કવિશ્રી મૌન સેવે છે. ૧૨. કૃતપુણ્યને પિતાએ સ્વયં વેશ્યાને ત્યાં મોકલ્યો. (૩) અહીં કવિશ્રીએ ગણિકાને ત્યાં મોકલાવાનું કોઈ કારણ દર્શાવ્યું નથી. ૧૩. શેઠે પુત્રના સુખ માટે બાર વરસમાં સાડાબાર કરોડ સોનામહોર વેશ્યાવાસમાં મોકલી. (3) શ્રી પદ્મસાગર સૂરિજીએ સાડા સોળ કરોડ સોનામહોરનો આંક બતાવ્યો છે. જ્યારે લાલવિજયજીએ સાડા બાર કરોડ સોનામહોરનો આંકડો આલેખ્યો છે. = ‘ભરતેશ્વર બાહુબલી વૃત્તિ’ - ભાષાંતર (પૃ.૯૦) અનુસાર માતા-પિતાએ ભોગવિલાસ માટે પુષ્કળ ધન મોકલાવ્યું. ત્યાં નિશ્ચિત અંકલેખન નથી. બૃહતપગચ્છના આચાર્ય પ્રવર શ્રી વિજયરાજેન્દ્રસૂરિના શિષ્ય શ્રી વિજય યતિન્દ્રસૂરિજી કૃત ‘ શ્રી કયવન્ના ચરિત્રમ્' (સંસ્કૃત ગદ્ય) તેમાં પણ ચોક્કસ આંકદર્શાવેલ નથી. ૧૪. વેશ્યાના સ્નેહપાશમાં ડૂબેલા કૃતપુણ્યને માતા-પિતાના અવસાન પછી અંતિમ સ્પર્શના (અગ્નિ સંસ્કાર) કરવાનો મોકો મળ્યો જ નહીં. (૩) માતા-પિતાના મૃત દેહને આગ ચાંપવાનું કાર્ય પુત્ર કરે છે. એવી સામાજિક પ્રથા અહીં નજરે
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy