SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ આલેખાયું છે. વળી, આ કૃતિમાં કથા પૂર્ણ રીતે લખાઈ છે તેથી એવું જણાય છે કે, આપણી અભ્યાસની કૃતિના પ્રારંભમાં કોઈ મોટો રાસ હોવો જોઈએ. તેમાં અવાંતર કથા રૂપે કયવન્ના ચરિત્ર લખાયું હોય અને તેમાંથી ઉદ્ભૂત કરીને આ રાસ અલગથી મુદ્રિત થયો હોય. • પ્રસ્તુત રાસમાં કેટલાક હિન્દી શબ્દોનો પ્રયોગ થયો છે. જેમકે- ગ્વાહા, જુતીયા, ફેલા, જબ, તબ આદિ. • કવિશ્રીએ ઉપમા, ઉભેક્ષા, રૂપક ઈત્યાદિ અલંકારોથી રાસને ગૂંચ્યો છે. કવિની વર્ણનાત્મક શૈલી અદ્ભુત છે. ઉપમા અલંકાર : ૧. કેતકી કાંઠિવીધયો, જિમ ભમરોતિમતેમ (૨૮) લાકડાને વીંધનારો મધુકર કેતકીના ફૂલમાં સપડાય, તેમ કૃતપુણ્ય ગણિકાના સ્નેહમાં ભીડાયો. ૨. વેશ્યાજિહાએકસી, અંતર નહીએ લગાર; એકદિહોઇન ચીંકણી હો, લૂખો છઇ વિવહાર (૫૧). ગણિકાને જીહા સાથે સરખાવી છે. જીભને ગમે તેટલા સ્નિગ્ધ પદાર્થો ખવડાવવામાં આવે છતાં તે કદી ચીકણી થતી નથી, લૂખી જ રહે છે તેમ ગણિકાને ગમે તેટલું ધન આપી માલામાલ કરો છતાં તે કદી ધરાતી (સ્નેહાળ થતી) નથી. ૩. ચંદ્રકલા જિમ વાધીયા, વદન અતિ અભિરામ (૧૨૮) ચારે સ્ત્રીઓ થકી જન્મેલા ચારે પુત્રો પ્રતિદિન ચંદ્રની કળાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. ૪. પોષઇ હોવાહોડ સ્યું, ભાનુ તણી પ્રિયા જેમ(૧૨૯) ચારે સ્ત્રીઓ કૃતપુણ્યનું પોષણ સૂર્યની સ્ત્રીની જેમ ચડસાચડસી પૂર્વક કરવા લાગી. ૫. નંગરે જડાણો કંચન જેમ, કયવન્નો નૃપ કુમરી તેમ (૨૫૪) કૃતપુણ્ય અને મનોરમાનાં અભેદ પ્રેમને દર્શાવવા સોનામાં જડેલા નંગની મનોહર ઉપમા ટાંકી છે. ૬. કામ અનઇ રતિ દેવી દોએ, ઇંદ્ર અનઇ ઇંદ્રણી જોએ (૨૫૫) કયવન્નો નૃપ કુમારી પ્રેમ, આણિ મિલી એ જોડી જેમ (૨૫૬) નવવિવાહિત યુગલ કામદેવ અને રતિ તેમજ ઈંદ્ર અને ઈંદ્રાણીના નખશિખ શિલા જેવું હતું. અહીંમાલોપમાનું નિરૂપણ થયું છે. છે. તેહનો નંદન સુખમઇ વધાવઇ, કલા કરી જિમચંદ (૨૦૬)
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy