SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ અહીં અક્કા (વૃદ્ધા)ને બદલે ચારે સ્ત્રીઓએ જ કૃતપુણ્યને ભોગવિલાસ માણવાનું સૂચન કર્યું છે. કથાને ઝડપથી આગળ વધારવા કવિ સાસુ-વહુના વાર્તાલાપને સ્પર્યા નથી. ૮. જે વેશમાં કૃતપુણ્યને હવેલીમાં લાવવામાં આવ્યો હતો તે જ વેશમાં રાત્રિના સમયે વૃદ્ધાએ દેવાલયમાં મૂક્યો. (૩૫) ૯. અક્કાએ અબળા સ્ત્રીઓ પાસે અળખામણી વાત કરી. (૩૫) કવિશ્રી કથાંશને સ્પર્શ કરી ઝડપથી આગળ વધે છે. અક્કાએ કરેલી અપ્રિય વાતનો કોઈ ખુલાસો કર્યો નથી. છે. કવિ શ્રી ગુણસાગરસૂરિ કૃત કયવન્ના ચોપાઈ (સં. ૧૬૦૬) દાનધર્મનો મહિમા વર્ણવતી આ ચોપાઈ કુલ ૩૩૦ કડી પ્રમાણ છે. ચોપાઈની અંતિમ કડીમાં મળતા ઉલ્લેખ અનુસાર પ્રસ્તુત કૃતિના કર્તા શ્રી ગુણસાગર સૂરિજી છે. કવિએ અંતિમ કડીમાં ફક્ત પોતાના નામનો જ ઉલ્લેખ કર્યો છે. ગચ્છ કે ગુરુ પરંપરા વિશે મૌન છે. • જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ પારા ૮૯૬ અનુસાર ગુણસાગર સૂરિ"વિજયગચ્છના છે. વિજયગચ્છના શ્રી વિજય દષિજી - શ્રી ધર્મદાસજી - શ્રી ખેમજી – શ્રી પદ્મસાગરસૂરિ - શ્રી ગુણસાગરસૂરિજી છે. ગુણસાગર સૂરિજીની કેટલીક રચનાઓ પ્રાપ્ત થાય છે. ૧. સંગ્રહણી વિચાર ચોપાઈ (સં. ૧૬૦૫), ૨. ઢાલસાગર (સં. ૧૬૦૬), ૩. કયવન્ના રાસ (સં. ૧૬૦૬), ૪. શાંતિ જિનવિનતિ રૂપ સ્તવન અથવા છંદ, ૫. સ્થૂલિભદ્રગીત (ક. ૩૨) આપણી અભ્યાસની કૃતિમાં વિહરતાં જણાય છે કે આ કૃતિની બાંધણી દુહા અને ઢાળમાં થઈ છે. • આ કૃતિમાં રચનાકાળ વિષયક ઉલ્લેખ નથી પરંતુ ભાષા અને રચના પરથી જણાય છે કે આ કૃતિ ૧૬મા સૈકાથી અર્વાચીન તો નથી જ. જે.ગુ.ક.ભા.-૩માં ગુણસાગર સૂરિ કૃત કયવન્ના રાસનો રચનાકાળ સં. ૧૬૦૬ આપ્યો છે. જૈ.સા.સ.ઈ. માં પણ તે જ સંવત છે તેથી અહીં પ્રસ્તુત કૃતિની રચના સંવત ૧૬૦૬ રાખી છે. • આ કૃતિમાં એક વિશેષતા જોવા મળે છે. પ્રારંભથી જ પ્રત્યેક ઢાળના અંતે કવિશ્રીએ અનુક્રમે ‘બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચ્ચીસમી ઢાળ પૂર્ણ થઈ એવું આલેખ્યું છે. બીજી નકલમાં પણ એ જ પ્રમાણે ૧. સં. ૧૫૩૩માં સીરોહીના પ્રતિમા નિષેધનો વાદ પ્રચલિત થયો. આ મતને માનનારા પોતાને ‘ટુંઢિયા' કહેતા. તે મતમાં સં. ૧૫૬૮માં રૂપજી ટષિ થયા. સં. ૧૫૦૦માં તેમાંથી નીકળી બીજા નામના ગૃહસ્થ બીજમતની ઉત્પત્તિ કરી જેને કવચિત્ વિજયગચ્છ' પણ કહેવાય છે. બીજી માન્યતા અનુસાર આચાર્ય વિજયદાન સૂરિને મણિભદ્રવીરે સ્વપ્નમાં કહ્યું, “તમારા ગચ્છનું કુશલપણું કરીશ. તમારી પાટ પર વિજયશાખા સ્થાપજો.' (તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ- પૃ.૪૩)
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy