SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ કથાઘટકોમાં પરિવર્તન : કવિશ્રીએ પ્રારંભમાં પાર્શ્વ પ્રભુ અને શ્રુતધરોને નમસ્કાર કરી મંગલાચરણ કર્યું છે. ત્યારપછી વીતરાગ પ્રરૂપિત ચાર પ્રકારના ધર્મનો (દાન, શીલ, તપ અને ભાવ) ઉલ્લેખ કર્યો છે. આ ધર્મનું આરાધન કરવાથી ચાર ગતિનો છેદ થાય છે. (ઢા.૧, ક.૨) ૧. ૨. 3. ૪. ૪૦૦ ૫. ભરવાડ બાળકે વગડામાં તપસ્વી, કૃશકાયાવાળા, શાંત અને ક્ષમાશીલ મુનિરાજને ધ્યાન ધરતા જોયા. (૬.૧, ક.૧) ૬. મુનિરાજને જોઈ બાળકે વિચાર્યું, ‘ધન્ય! છે આ મુનિરાજને. જેઓ પોતાનું આત્મકલ્યાણ કરી રહ્યા છે. મારા પ્રખર પુણ્યનો ઉદય થયો તેથી મને સંત દર્શન થયા. આજે મારી સઘળી આશા પૂર્ણ થઈ. મારાથી દાન, શીલ, તપ જેવા અન્ય ધર્મો નહીં થઈ શકે તેથી તેમને વંદન કરી મારો જન્મ સફળ બનાવું. (૬.૧, ક.૨-૪) મુનિરાજને જોઈ બાળકને ઉદ્ભવેલી મનોવિચારણામાં આડકતરી રીતે સાધુ દર્શનનું માહાત્મ્ય દર્શાવ્યું છે. ચિત્તની પ્રસન્નતા, નિર્દોષ આહાર અને સુપાત્ર આ ત્રણેનો સુમેળ થયો. (ઢા.૩, ક.૮) અજીર્ણ રોગના કારણે રાત્રિના સમયે બાળકનું મૃત્યુ થયું. તે મરીને દેવ બન્યો. (ઢા.૩, ક.૧૧) કૃતપુણ્યએ યૌવનના ઉંબરે પ્રવેશ કર્યો ત્યારે માતા-પિતાએ સૌભાગ્યવતી સ્ત્રીઓને બોલાવી ગીતો ગવડાવ્યાં, ધનાઢય શ્રેષ્ઠીની પુત્રી સાથે વિવાહ કરાવી સ્વજનોને સંતોષ્યા, ગરીબોને ઘણું ધન આપ્યું. (ઢા.૫, ક.૧) ૧૦. વસંતસેના અક્કાની વારી ન વરી ત્યારે ધૂતારી અક્કાએ ખાટલા સહિત કૃતપુણ્યને ઘરમાંથી બહાર મૂકાવ્યો. (ઢા.૪, ૬.૪૦) અહીં અક્કાએ ઝાડુ કાઢવાના બહાને કૃતપુણ્યને વેશ્યાવાસમાંથી બહાર કાઢયો નથી. આ પ્રસંગે બધા કવિઓથી શ્રી ગુણવિનયજી જુદા પડે છે. ૧૧. ગણિકાના આભૂષણોની કિંમત એક હજાર સોનૈયા હતી, જેનો વ્યાપારમાં ઉપયોગ કરાયો. (21.6, 5.6) ૧૨. રાજગૃહી નગરીના સુધન શ્રેષ્ઠીની ભાર્યાનું નામ મહિમા હતું, જે કૂડ-કપટનો ભંડાર હતી. તેના o. ૮. ૯. પ્રસ્તુત કૃતિ દાન ધર્મનો મહિમા વર્ણવે છે. સુપાત્ર દાન, અભય દાન, અનુકંપા દાન, કીર્તિ દાન અને ઉચિત દાન; આ દાનનાં પાંચ પ્રકાર છે. અભયદાન અને સુપાત્રદાન મોક્ષનું કારણ હોવાથી ઉત્તમ છે. આ સુપાત્ર દાનનું ઉત્તમ ફળ કૃતપુણ્યને પ્રાપ્ત થયું. (ઢા.૧, ક.૩) ક્ષાયિક સમકિતના સ્વામી, ભગવાન મહાવીરના અનન્ય ઉપાસક તેમજ નંદા આદિ ઘણી સ્ત્રીઓના સ્વામી મહારાજા શ્રેણિક રાજગૃહી નગરીના રાજવી છે. (ઢા.૧, ક.૬-૦) રાજગૃહી નગરીનાં કોઈ એક ગામડામાંથી એક આહીરાણી, પુત્રને લઈ રાજગૃહી નગરીમાં આવી. તેનો પુત્ર પશુપાલનના વ્યવસાયમાં જોડાયો. (ઢા.૧, ક.૯)
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy