SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૯ પ્રણમિ અંજલિ જોડિનઇ હો, જંપઇ જિન ગુણ ભીન. મઇ સંસાર અસાર એ હો, જાણ્યઉ જુગતઉદેવ; હિવ ભવ તરિવા તાહરી હો, વ્રતધરિ કરિષ્ણુ સેવ. સંવાદાત્મક શૈલી : ૧. યૌવનવયમાં પોતાની પરણેત્તરને છોડી કૃતપુણ્યએ વિદ્યારમણી સાથે પ્રીત બાંધી ત્યારે ભદ્રા શેઠાણીથી ન ખમાયું. તેમણે આ વાત ધનપાલ શેઠને કહી. અહીં શેઠ અને શેઠાણી વચ્ચેનો સંવાદ રોચક છે. અનંતકાળથી જીવનો ધારાપ્રવાહ ચાર સંજ્ઞા તરફ વહે છે તેથી તે સંસ્કારો જીવ પર હાવી હોય છે. શેઠ તેનું જ્ઞાન શેઠાણીને આપી પુત્રને કુવ્યસનો તરફ વાળવાની અસંમતિ જાહેર કરે છે. (ઢા.૬, ક.૧-૪) સેઠિ કહઇ“એ ભામઉ તુઝનઇ લાગઉ પ્રાણિ! એહ કુસીખ સુપુત્રના કિમ દીજીયઇ આપણિ? વર વયરી પંડિત જન પુણિમૂરિખ હિતવારિ; તે જણઇ ઉપગાર કરૂં પુણિ થઇ અપગારિ. અસનપરિગ્રહમૈથુન ભય એ ધ્યારિ ઉપાય; પૂરવભવ અભ્યાસઇ અણસીખવીયા થાય. ભીતિ ભાટકાપાખઇ અંધન જાણઇ જીવ; પાછઇતું પછતાવિસિ ભોલી જાવજીવ” ૨. વસંતસેનાને વેશ્યાચારની શીખ આપતી અક્કા (ઢા.૬, ક.૩૨-૩૫) અને તેના પ્રત્યુત્તરમાં વસંતસેનાનો ખુલાસો, જેમાં અક્કાની લોભીવૃત્તિ અને વસંતસેનાની વેશ્યા હોવા છતાં નીતિમત્તા એમ વિરોધી પાસાઓ સ્પષ્ટ થાય છે. (ઢા.૬, ક.૩૦-૩૯) વસંતસેનાના જણાવઇ એ સગલઉ મર્મ; એહનઇ ઘર થઇ કાઢી જઇતઉ અહ કુલ ધર્મ. વછ! એક તું છાંડિ મમાંડિયું બીજી વાત; નિષ્પીડિત અલતઇની પોથીની આભાત. ચૂસી સેલડી પરહી નાખી જઇ ક્યુઅસાર; તિમજૂગતઉ તુઝનઇ છઇ હિવ એનઉ પરિહાર આપણ આદરદી જઇ લીજઇ જે ધનવંત! નિરધનપરિહરીયઇ ઇણમાંહિ અછઇ નહી ભ્રાંત.' માતપ્રતઇ કહઇ વેસા “અંબ અંબની રીતિ; ક્યારે ફોગે થાઇ તિણઇમુઝ એસ્યપ્રીતિ? એહ સમઉધનદેચઇ કુણ તુમ્હ માત વિચારિ; કીધઉ જે ઉપગાર નમેલી જઇ સંસારિ. હું ગુણવંત તણા ગુણ દેખી રાચું ભાઇ! ધનની તૃષ્ણા મનમાંહિ હિરણા મુઝને ન કાંઇ”
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy