SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯o ચમક : ૧. નિંબૂનામઇ પામઈ પાણી દાઢ અપાર (ઢા.૬, ક.૧૫) જેમ લીંબુનું નામ સાંભળી મુખમાં લાળ ઝરે છે અને ખાવાનું મન થાય છે, તેમ વસંતસેનાના અમૃત જેવા મધુર વચનો સાંભળી કૃતપુણ્ય તેની સાથે ભોગવિલાસ માણવા ઉત્સુક બન્યો. રૂપક : ૧. પરણીય તિણિ તિવમૂકીય રમણીય, વિદ્યારમણિરસિઉમાઉ એ (ઢા.૫, ક.૩). વિદ્યારૂપી સ્ત્રીની રસિકતાના કારણે કૃતપુયએ પોતાની અર્ધાગિનીને છોડી મૂકી. કામ સરોવર (ઢા.૬, ક.૧૦) : કામરૂપી સરોવર જિનવચન ઘનઈ (ઢા.૧૧, ક.૨) : જિનવચનરૂપી વાદળ ૪. ભવદાહ (ઢા.૧૧, ક.૨): ભવરૂપી અગ્નિા ૫. શિવનારી (ઢા.૧૧, ક.૧૨): શિવરમણીરૂપી નારી ૩. સુભાષિતઃ ૧. ફુલ વિના સુરતરુફલ્મઉ (ઢા.૩, ક.૩) અચાનક લાભ થવો. વર્ણનાત્મક શૈલી : ૧. ખટાશ પડવાથી ખીર બગડી જશે; એવું વિચારી બાળકે સંપૂર્ણ ખીર મહાત્માના પાત્રમાં ઠાલવી. વહોરાવતાં સમયે બાળકની ચલિત મનોવૃત્તિનું વર્ણન કવિશ્રીએ સુરેખ રીતે કર્યું છે. (ઢા.૩, ક.૪-૬) થાલધરઇ લેઇ કરી, દેવાનઇ થઈ રાગિ; ઉચાઉ તબઇમ ચીતવઇ, “ધું બીજઉ ભાગ'. હુઇરેખા થાલઇ કરી, દીવઉતે ભાગ; એતલઇ એહનઇ, સ્પેહુવઇધું બીજઉ ભાગ'. વલિમનિ એહવઉ ચિંતવઇ, અમ્લાદિક પાતિ; એહખીર વિણસઇ સહી, તઉ ઘાલું પાતિ'. ૨. વિલાસી પુરુષોએ કૃતપુયને સંસાર રસિક બનાવવા કરેલા વિવિધ પ્રયાસોમાં ભોગોની ભાતીગળ સૃષ્ટિ છે. અહીં કવિની વર્ણાનુપ્રાસ અલંકારમાં વર્ણનાત્મક શૈલી ખીલી ઉઠી છે.. (ઢા.૬, ક.૮-૧૫) કબહું વનિત્ય રસિ રમાવઇ લેઇ તેઉ; કબહું સરવરિ વાવિ તલાવઇ કૂઅઇ સેઉ. કબહું નાટકિગાટક કીજઇદીજઇદાન; કબહું પાન ચાવત ગાવત વિધ વિધતાંન. કબહું વસંતઇખેલત મેલત ચંગમૃદંગ;
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy