SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ ઉપમા : ૧. ધરણિરમણિસિરિ તિલક સમાન, મગધદેસતિહાં સુગુણ નિધાન (ઢા.૧, ક.૫) જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મગધ દેશ સૌભાગ્યવતી સ્ત્રીના લલાટના તિલકની જેમ શોભતો. હતો. ૨. સેઠિ તિહાં ધનપાલ, ધનદ તેણી પરઇ બહધિ સમૃદ્ધિ ગુણે ભરયઉ એ (ટા.૪, ક.૧) ધનપાલ શેઠના ઐશ્વર્યને કુબેર સાથે સરખાવ્યું છે. ૩. વધિવા લાગઉ બાલ, બીજ ચંદ્ર જિમ, માત પિતાવિણ રીજીયઇ એ (ઢા.૪, ક.૪) બાળકની વૃદ્ધિને બીજના ચંદ્રમા સાથે સરખાવી છે.(૪-૪) ૪. તે જિમ દોગંદુક સુર ભોગવઇ ભોગવિલાસ (ઢા.૬, ક.૨૫) કૃતપુણ્ય અને ગણિકાના ભોગોને દોગંદુકદેવોના સુખો સાથે ઉપમિત કર્યા છે. ૫. એહનઉરંગ પતંગજસ્ય, વહિલઉઇ જાઇ (ઢા.૦, ક.૨) ગણિકાનો પ્રેમ રંગપતંગિયા જેવો ક્ષણિક હોય છે. ૬. સીહતણી પરિપાલિનઇ હો, પહુતઉ સરગમઝારિ(ઢા.૧૧, ક.૨૧). સિંહની જેમ શૂરવીરતાથી શુદ્ધ સંયમ પાળી કૃતપુણ્ય મુનિ સ્વર્ગમાં ગયા. ૭. શ્રી પ્રમોદમાણિક ગુરુપાદઇ, સોહઇ શશધર જિમમુનિ થાઇ (ઢા.૧૨, ક.૨) જેમ આકાશમાં ચંદ્ર શોભે, તેમ ખરતરગચ્છમાં પ્રમોદ માણિક્યમુનિ ગુરુ ચરણમાં શોભે છે. ઉભેક્ષા: ૧. જિહાં શ્રી અજિત શાંતિગુણ ભરિયા, જાણે ચંદ સૂર અવતરિયા (ઢા.૧૨, ક.૪) શ્રી અજિતમુનિ તથા શ્રી શાંતિમુનિની તેજસ્વીતાની તથા શૂરવીરતાની અપસ્તુતિ કરીને આ. ઉભેક્ષાપ્રયોજવામાં આવી છે. વ્યતિરેક : ૧. તુહ વિણુ કુણ ભવતારિવા હો, પ્રવહણ સમ આધાર ? (ઢા.૧૧, ક.૯) ભગવાન મહાવીર પ્રવહણ સમાન ભવસાગર તરવામાં આધારભૂત છે. ભગવાન સિવાય ભવસાગર કોણ તરાવી શકે? (૧૧-૯) અહીં વ્યતિરેક અને ઉપમા અલંકારનો ઉભય સંયોજન થયો છે. વર્ણસગાઈ : ૧. કબહું કામ કુતૂહલ કઈ વલિ વિલસઈ વિત્ર (ટા.૬, ક.૧૨)
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy