SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૧ કરો.'(૧૦૦) ૨૫. યક્ષ પૂજન માટે તડાપડી થવા લાગી. (૧૦૮) દર્શનાર્થીઓનું કીડિયારું ઉભરાયું હોય તેમ ભક્તોનો વૃંદ આવતો હતો. અહીં જનસમુદાય દ્વારા રાજઆજ્ઞાનું ચુસ્તપણે પાલન અને સમાજમાં અંધશ્રદ્ધાની વ્યાપકતા જોવા મળે છે. વળી, રાજગૃહી નગરીની વિશાળતા અને ગીચ વસ્તીનો ખ્યાલ પણ આવે છે. ૨૬. પ્રસ્તુત કથાનકમાં કૃતપુણ્યની છ પત્નીઓ છે. એક પરણેત્તર, ચાર સ્ત્રીઓ અને છઠ્ઠી રાજકુમારી લીલાવતી. (૧૧૫) ગણિકા કદી કોઈની પત્ની ન બની શકે તેવો ભાવ દર્શાવવા કવિશ્રીએ ગણિકા કન્યાનો અહીં ઉલ્લેખ કર્યો નથી. ૨૦. “મુક્તિ તણું જેણે લીધુંરાજ' (૧૧૬) એવું કહી કવિશ્રી રાસની પૂર્ણાહુતિ કરે છે. કૃતપુણ્યમુનિના સંયમ જીવનના વર્ણનના સંદર્ભમાં કવિશ્રી ઉદાસીન રહ્યા છે. ૩. કવિ શ્રી દેપાલજી કૃત કયવન્ના વિવાહલઉ (૧૬મી સદીની આદી) કવિશ્રી દેપાલજીએ પોતાની કૃતિને “વિવાહલુ' નામાભિધાન આપ્યું છે. ૧૫ કડી પ્રમાણ ‘કયવન્ના વિવાહલઉ' કૃતિના રચયિતા કવિશ્રી દેપાલજી છે. સોળમા શતકના ભોજક જ્ઞાતિના જૈન કવિ હતા. તેમનો કવનકાળ સંવત ૧૫૦૦ થી ૧૫૩૪ સુધીનો છે. તેઓ નરસિંહ મહેતાના સમકાલીન છે. તે સમયના ટોચ કક્ષાના કવિઓમાં તેમની ગણના થતી હતી. તેઓ કવિ 2ષભદાસ અને કવિ પ્રેમાનંદને આંબી જાય તેવા તેજસ્વી શ્રાવકકવિ હતા. કવિત્રીષભદાસે કુમારપાળ રાસ' (સં. ૧૬૦૦)માં તેમની પ્રશંસા કરી છે: “હંસરાજ વાળો દેપાલ માલ હેમની બુદ્ધિ વિશાલ' દિલ્હીના પ્રસિદ્ધ દેસલહરા વંશના શાહ સમરો અને સારંગને ત્યાં આશ્રિત હતા, એવું કોચર વ્યવહારી રાસમાં જણાવ્યું છે. યાચક તેહના ઘર તણઉ વેધક નર વાચાલ; જાણીતઉ જિનશાસની કહીઈ કવિ દેપાલ.' “કવિશ્રી દેપાલે ગુજરાતમાં રહીને નાની મોટી ઘણી કૃતિઓનું સર્જન કર્યું છે. આદ્રકુમાર ધવલ (વિવાહલ), વજસ્વામી ચોપાઈ (સં.૧૫૨૨), જંબુસ્વામી પંચ ભવ વર્ણન ચોપાઈ પ્રબંધ (સં.૧૫૨૨), અભયકુમાર શ્રેણિક રાસ (સં. ૧૫૨૬ પૂર્વ), સમ્યકત્વ બાર વ્રત કુલક ચોપાઈ (સં. ૧૫૩૪), જાવડ ભાવડ રાસ, રોહિણેય પ્રબંધ, ચંદનબાળા ચરિત્ર ચોપાઈ, પુણ્ય-પાપ ફલ તથા સ્ત્રી વર્ણન ચોપાઈ, પાર્શ્વનાથ જીરાઉલા રાસ, સ્થૂલિભદ્રની કક્કાવાળી (નાની કૃતિ), સ્થૂલિભદ્ર ફાગ (ટૂંક૨૦), થાવસ્યાકુમાર ભાસ (ગીત), મંગલ દીવો, સ્નાત્રપૂજા, હરિયાળી, નવકાર પ્રબંધ (ભાસ); જેવી ૧. વિવાહલો કાવ્ય સ્વરૂપ : જુઓ પરિશિષ્ટ વિભાગ; ૨. જૈ.૫.ઈ.ભા.-૨, પૃ.૨૦૦ અને જૈ.ગૂ.ક.; ૩. સંધ્યા સમયે પ્રભુની પ્રતિમા સમક્ષ આરતી પછી મંગળદીવો ઉતારવામાં આવે છે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy