SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ જૈન આગમ, રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં વડીલો તરફથી સંતાનોને દીર્ધાયુ'ના આશીર્વાદ મળ્યા છે. તે પરંપરાને કવિશ્રી અનુસર્યા છે. ૧૧. કૃતપુણ્યને લાડુ અતિપ્રિય હતા તેથી ચારે સ્ત્રીઓએ ઉપકાર કરવાની દષ્ટિએ એક એક મણની જગ્યાએ ત્રણ મણના મોટા લાડવા બનાવી તેમાં રત્ન મૂક્યાં. (૫૦-૫૮) ૧૨. કૃતપુણ્યને જે દિવસે સાર્થમાં મૂકવા જવાનો હતો, તે દિવસે તેને મોડી રાત સુધી ઉજાગરો કરાવવામાં આવ્યો. (૫૯). રાત્રિ જાગરણ કરવાથી કૃતપુણ્ય થાકીને ગાઢ નિદ્રામાં પોઢી જાય અને તેને ખાટલા સહિત ઉંચકીને પુનઃ સાર્થમાં મૂકવાની વૃદ્ધાની યોજના સફળ બને તે હેતુ થી કવિશ્રીએ કથાપ્રવાહમાં કલ્પનાના અંશો ઉમેર્યા છે. અહીં અન્ય કવિઓની જેમ મદિરા કે અવસ્થાપિની નિદ્રાનો પ્રયોગ થયો નથી. કવિશ્રી તળપદી ઉપાયને પ્રાથમિકતા આપે છે. ૧૩. સાર્થપતિ દ્વારા પતિના સમાચાર ન મળતાં સોહાસણિ મૂર્ણિત બની ધરતી પર ઢળી પડી ત્યારે પાંચ-સાત સખીઓએ તેનો હાથ ઝાલી ઊભી કરી. (૬૨-૬૩) કરૂણ રસને વધુ ગાઢ બનાવવા કવિશ્રીએ કાવ્યમાં કલ્પનાના રંગોની રંગોળી પૂરી છે. ૧૪. સોહાસણિએ જિજ્ઞાસા અને અચંબો પ્રગટ કરતાં પતિને પૂછયું, “શું તમે બાર વર્ષથી અહીં જ સૂતા હતા? તમને કોઈએ જતાં આવતાં જગાડયા નહીં?' (૮૦) કૃતપુણ્યનો હષ્ટપુષ્ટદેહ અને સ્વચ્છ વસ્ત્ર જોઈરાસનાયિકને સંદેહ જાય તે સ્વાભાવિક છે. ૧૫. અભયકુમારે કંદોઈને કહ્યું, “પહેલાં જાન લઈને આવો પછી તમને માન પાન મળશે. (૯૦) ૧૬. પૂર્વે કંદોઈના પાંચસો સ્વજનો હતાં પરંતુ રાજકુળમાં વિવાહ રચાતાં ઘણાં લોકો જાનમાં જોડાયાં. કંદોઈએ લગ્ન નિમિત્તે ઘર વેચી દેવું કર્યું. (૯૦-૯૧) ૧૦. રાજાએ જાનૈયા અને વરરાજા માટે અલગ ઉતારાનું આયોજન કર્યું (૯૧) ૧૮. પ્રત્યેક જાનૈયાની સેવા (મારમારવા) માટે ચાર ચાર સેવકો નિયુક્ત કરવામાં આવ્યા. (૨) ૧૯. પ્રત્યેક જાનૈયાને મુશ્કેટાટ બાંધી અંધારા ઓરડામાં પૂરી નેતરની સોટીથી માર મરાવી અધમૂવા કર્યા. અપરાધી પાસેથી અપરાધ કબૂલ કરાવવા અભયકુમારે દંડનીતિનો આસરો લીધો. (૯૩) ૨૦. કંદોઈની સાત કન્યાઓ હતી. (૯૬) કંદોઈના પરિવાર અંગે કોઈ કવિએ આવી સ્પષ્ટતા કરી નથી. કંદોઈનો દીકરો પુણ્યનિધિ ના હાથમાંથી રત્ન ઝૂંટવી દોડયો; એવું યતીન્દ્રવિજયજીએ પોતાની સંસ્કૃત કથામાં ટાંક્યું છે. ર૧. જાનૈયાઓને માર પડતાંપટ છોડી દશે દિશાઓમાં નાસી ગયા. (૯૮) ૨૨. અભયકુમારે નગરમાં વાત વહેતી મૂકી કે, “કૃતપુણ્ય શેઠ પરલોક પહોંચ્યા છે. તેઓ યક્ષ બની પ્રજાજનોને પીડે છે.” (૧૦૬). તે સમયે સમાજમાં નડતરરૂપ બનતા દેવ-દેવી પૂર્વજોનું ખાંભી બેસાડી પરિવારજનો દ્વારા આડંબર પૂર્વક પૂજન કરવાની પ્રથા હશે. ૨૩. યક્ષપૂજન માટે પાંચમોદક અને પાંચધાનની લાપસી પ્રજાજનો લાવ્યા. (૧૦૦) ૨૪. લોકોએ યક્ષને પૂજી પ્રાર્થના કરતાં કહ્યું, “યક્ષદેવ!ખોટા વિઘ્નોનો નાશ કરો અને અમારી રક્ષા.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy