SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ ઉપદેશાત્મક શૈલી : ૧. ઉચિત સમયે કરેલું યોગ્ય કાર્યશોભનીય બને છે. (૨૮-૨૯) ૨. જીવને પાપ કર્મ શીખવવા પડતાં નથી. એ પાપ તરફ સહજ ખેંચાય છે. (૩૧-૩૩) ૩. વ્યસનોની વાટ (પથ) અત્યંત ભયંકર છે. તેનું કડવું ફળ મહાપુરુષોને પણ વેઠવું પડયું છે. તે દર્શાવવા કવિશ્રીએ નંદિષેણ, રહનેમિ, ભરત ચક્રવર્તી, ઈલાયચી કુમાર, આદ્રકુમાર, લલિતાંગ કુમાર, સિંહ ગુફાવાસી મુનિ, મણિરથ રાજા, મૃગાવતી (ત્રિપૃષ્ઠ વાસુદેવની માતા હતી. પોતાની પુત્રીમાં આસક્ત પિતા મૃગાવતીને પરણ્યા), આદિશ્વર ભગવાન જેવાં ઐતિહાસિક દષ્ટાંતો ટાંક્યા છે. (૪૬-૫૧) ૪. ચતુર (જ્ઞાની) મનુષ્યોની બુદ્ધિ પણ કર્મના પ્રભાવથી ઢંકાઈ જાય છે. તેઓ જગતમાં ભોળવાઈ જાય છે. (૫૦) ૫. પરવશતા સમાન બીજું કોઈ મોટુંદુ:ખ નથી. (૮૫-૮૦) ૬. ધન, યૌવન, સંપત્તિ ચંચળ (નશ્વર) છે. જેમ મનુષ્યનો પડછાયો વધે અને ઘટે તેમ સુખ અને દુ:ખ પરિવર્તિત છે. આ કથનની પૂર્તિ માટે કવિશ્રી હરિશ્ચંદ્ર-તારામતી, રામ-સીતા, નળ-દમયંતી, પાંડવ-દ્રૌપદી જેવાં પૌરાણિક યુગલોનાં દષ્ટાંતો નોંધી જીવનના ઉતાર ચઢાવ દર્શાવે છે. અહીં કવિશ્રી આ ઉપદેશ દ્વારા કૃતપુણ્યની પત્નીની શાસ્ત્રજ્ઞતા દર્શાવે છે. (૧૧૦-૧૧૩) છે. ચિત્તની પ્રસન્નતા, પ્રમાણિકપણે ઉપાર્જન કરેલું ધન અને સુપાત્ર આ ત્રણેનો સુમેળ થતાં જીવને અનેકગણો લાભ થાય છે. પુણ્યથી જ સુપાત્રદાનનો યોગ સાંપડે છે. (૨૦૦-૨૦૮) ૮. જગતમાં મોહ અત્યંત ભયંકર છે. પરસ્ત્રીગમનની લત ન જાય ત્યાં સુધી શિવરમણીના સુખો પ્રાપ્ત થતાં નથી. (૨૯૮) ૯. દાનનો મહિમા, દાનના પ્રકાર, દાન આપવાની રીત કવિશ્રીએ સુંદર રીતે દર્શાવી છે. જેમાં અષાઢી મેઘનું દષ્ટાંત ટાંકે છે (૩૦૩-૩૦૦) • સંવાદાત્મક શૈલી : ૧. ધન વિના મૂંઝવણ અનુભવતા ચિંતાતુર પતિ-પત્નીનો સંવાદ રોચક છે. તે સમયે સમાજમાં માંગવાની વૃત્તિ અત્યંત હીન ગણાતી હતી. લોકો સ્વાભિમાનથી જીવવું વધુ પસંદ કરતાં હતાં. (૧૦૩૧૦૫) પણિ ધન વિણમનિ ચિંતા ઘણી, નિરવાહી નારિ હાથણી બોલઇ નારિ આગલિ એમ, “ઘર નિરવાહ કરીસ્યઇ કેમ? નાહઉં વિતઉં ના લાગઇ હાથિ, કેડઇ કેમ ફિઉપર સાથિ નર વિસખાઇ જીવ છાંડઇ, પર આગલિ કર કિમમાંડીઇ;
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy