SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ મહામંત્રીના કહેવાથી ચારે સ્ત્રીઓ કૃતપુણ્યના મહેલમાં આવી. તેમને જોઈને કૃતપુણ્યની ખુશી બેવડાઇ ગઇ. જાણે કિંમતી ખજાનો પ્રાપ્ત ન થયો હોય! વ્યતિરેક : જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવે, ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. ૩૬૨ ૧. કોઈ ન જાણઇ નારિ ચરિત્ર, કેવલિ વિણ તિમ કર્મ ચરિત્ર (૧૫૦) નારી ચરિત્રને કોઈ (સ્વયં બ્રહ્મા પણ) પારખી શક્યું નથી, તેમ કેવળી ભગવંત વિના સિદ્ધાંતને કોણ જાણી શકે ? ઉપમેયને ઉપમાન કરતાં શ્રેષ્ઠ દર્શાવવા સુંદર વ્યતિરેક સાથે ઉપમા અલંકાર પ્રયોજાયેલો છે. શ્લેષ ઃ એક શબ્દ એકથી વધુ અર્થમાં પ્રયોજાય ત્યારે શ્લેષ અલંકાર બને છે. ૧. ઘણી વાર વિધિ વિધિ ચૂકંતી, અસરીખાં આંણી મેલુંતિ (૨૫) અહીં વિધિના ભાગ્ય અને રીત એવા બે અર્થ થાય છે. રૂપક : જ્યારે ઉપમેયને ઉપમાનનું રૂપ આપવામાં આવે છે ત્યારે રૂપક અલંકાર બને છે. ગુણ ભંડાર (૧૩) : ગુણ રૂપી ભંડાર વિષયારસિજલિ (૧૫૫) : વિષય રસરૂપી જળ મનમધુકર (૨૩૬) : મનરૂપી મધુકર પ્રેમરસ (૨૩૬) : પ્રેમરૂપી રસ ૧. ૨. 3. ૪. ૫. ૬. સુખ સાયર (૨૩૦) : સુખરૂપી સાગર મુગતિ રમણિ (૨૯૦) : મુક્તિરૂપી રમણી યમક : જ્યારે વાક્યમાં એક સરખા ઉચ્ચારવાળા શબ્દો આવે છે ત્યારે શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર બને છે. ૧. ૨. 3. ૪. ૫. નર સુર અસુર (૩) લહઈ ભોગ જોગ વ્યાપાર (૧૮) આગત સ્વાગત સહૂકો કરઈ (૨૧) અવસરિ નેહ મેહમનિરાગ(૨૯) તસુમંદિર પહતું કઈવન્ન, માંનઈ નિજ મન તન ધન! ધન! (૪૪) વર્ણાનુપ્રાસ| વર્ણસગાઈ : જ્યારે કોઈ પંક્તિમાં કે વાક્યમાં એકનો એક વર્ણ પુનરાવર્તિત થાય ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર બને છે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy