SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ 3. ચમકઇ લીધઉં તસુ ચિત્ત ચોર, જાણે પન્નગિગિલીઉ મોર (૪૦) વેશ્યાના લટકા કરતાં ચંચળ નયનો, અપાર સૌંદર્ય, યુવાનીનો તરવરાટ અને વસ્ત્રાલંકારથી દીપતા દેહે કૃતપુણ્યનું ચિત્ત ચોરી લીધું. જાણે સર્પને મોરે ન ગળ્યો હોય! કૃતપુણ્ય વેશ્યા પ્રત્યે અત્યંત ઘેલો બન્યો તે દર્શાવવા આવી ઉત્પ્રેક્ષા પ્રયોજી છે. ન ૪. વલતું નાવઇ ઘર ટૂકડઉ, વસિં કરિઉ જાણે હાથિમોરડઉ (૫૫) જાણે મહાવતે હાથીને વશ કર્યો હોય ! એમ કૃતપુણ્ય વેશ્યાના સંગમાં સપડાયો. તેણે પાછાં વળીને કદી ઘર તરફ દ્રષ્ટિ કરી નહીં. ૫. તિણિ વેલા અક્કા પાપિણી, પ્રગટિ જાણિ કિરિ સાપિણી (૮૫) નિર્ધન કૃતપુણ્યને વેશ્યાવાસમાંથી હડસેલવા અક્કાએ પોતાની પુત્રીને કહ્યું, ‘‘કૃતપુણ્યને ઘરમાંથી બહાર કાઢી બીજા કોઈ શ્રીમંતને લાવો.’’ પુત્રીએ કહ્યું, ‘‘માતા ! જેમણે પોતાના ઘરનું સઘળું ધન આપણને આપી આપણું ઘર ભરી દીધું છે તેને સ્વાર્થી બની આપણે ત્યજી દેવાં શું યોગ્ય છે? માતા! તમારું મન અત્યંત લોભી છે. દ્રવ્ય તો મળી રહેશે પરંતુ ઉત્તમ વ્યક્તિનો સંગ નહીં મળે.'’ પુત્રીના સલાહભર્યા વેણ સાંભળી અક્કા અચાનક પ્રગટ થયેલી ફૂંફાડા મારતી વિષધર સર્પિણીની પેઠે ક્રોધથી ભભૂકી ઉઠી. સ્ત્રી વિશ્વાસઘાતી બને ત્યારે વીંછણ (ક્રોધી જાનવર) પણ તેની આગળ વામણી લાગે છે. અવતરી રંભા જાણે મહીયલઇ એ (૧૫૩) અનંગસુંદરીના દેહ સૌંદર્ય, અંગ મરોડ, નૃત્ય ઇત્યાદિની કુનેહતા દર્શાવવા કવિશ્રી રમણીય ઉત્પ્રેક્ષા પ્રયોજે છે. ૬. ૩૬૧ o. લાડૂમાંહિ એકેકાં રતન, મેલ્ફિયાં જાણે માંહિ મન (૧૬૪) ચારે પુત્રવધૂઓનું કૃતપુણ્ય થકી વંધ્યાપણું અને વિધવાપણું દૂર થયું હતું. ચારે સ્ત્રીઓ તેની સહધર્મચારિણી બની હતી. તેઓ પતિના જીવનને સુખમય બનાવવા તેમજ આર્થિક સહાય કરવા ઈચ્છતી હતી તેથી તેમણે પ્રેમથી પ્રત્યેક લાડુમાં કિંમતી જલકાંતમણિ મૂક્યું. જાણે તેમણે મણિની જગ્યાએ પોતાનું મન જ તેમાં ન મૂક્યું હોય! ચારે વહુઓનો કૃતપુણ્ય પ્રત્યેનો અગાધ પ્રેમ દર્શાવવા કવિશ્રી સુંદર ઉત્પ્રેક્ષા પ્રયોજે છે. અધરાતિઇ ઉઠી ડોકરિ, ફેકારી જાણે સંચરિ (૧૬૪) મધ્યરાત્રિએ વૃદ્ધા સફાળી ઉઠી જાણે કોઈ શિયાળણી શિકાર માટે ન નીકળી હોય! વૃદ્ધાની લુચ્ચાઈ અને આપખુદીપણું દર્શાવવા કવિશ્રીએ યોગ્ય ઉત્પ્રેક્ષા પ્રયોજી છે. ૯. ૮. ૧૦. પ્રીય વિણ સુત વિણ ઘરહ મઝિ, જાણિ વિયાણી સીહણી (૧૯૨) નોંધારી સ્ત્રીની નિર્બળતા અને કમજોરતા દર્શાવી છે. મોહલિ મેલી સયલ નારી, મંત્રી કયવન્ના તણી; ઉલ્ટંસઈ જાણિ નિધાન પામી, (૨૩૪)
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy