SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ ૮. લાલવિજયજી કૃત કયવન્ના ત્રાષિની સજ્જાય (સં. ૧૬૮૦) આ કૃતિની ત્રણે હસ્તપ્રતો શેઠ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર - અમદાવાદથી પ્રાપ્ત થઈ છે. (ક) હસ્તપ્રત નં. – ૨૯૧૧, પ્રતનું માપ- ૨૪૪૧૧ સે.મી., પંત્ર સંખ્યા- ૩. પ્રતિ પત્ર પર ૧૧ પંક્તિઓ છે. પ્રતિ પંક્તિમાં ૪૦ થી ૪૫ અક્ષરો છે. આ પ્રતના અક્ષરો મોટા, ભરાવદાર, પ્રમાણસર અને સુંદર છે. પ્રતિ કડીના અંતે વિસર્ગ ચિહ્ન તરીકે લાલ રંગના દંડ છે. પ્રતિ પત્ર પર વચ્ચે ચોખંડું છે. જેમાં ખાલી જગ્યા છે. અન્ય પ્રકોની જેમ તે જગ્યામાં કોઈ અક્ષરો મુદ્રિત થયા નથી. આ પ્રતની વિશેષતા એ છે કે દંડ અને ક્રમાંકની વ્યવસ્થા સુનિયમિત છે. પંક્તિ પૂર્ણ થતી હોય ત્યાં ખાલી જગ્યા પૂરવા ‘/' નિશાની કરેલી છે. પ્રત પ્રારંભઃ ||૬૦નાદ્રિ નિનવર ધ્યા3 | પ્રતના અંતે તિ શ્રી યવન્ની વિસયસમાપ્ત: ||Sાશ્રી રસ્તુI'શુમંભવતુII (ખ) હસ્તપ્રત નં.- ૨૪૫૫૯, પ્રતનું માપ - ૨૨x ૧૦ સે.મી., ૫ત્ર સંખ્યા -૬. પત્ર ક્રમાંક ૪થી કયવન્ના સક્ઝાયની શરૂઆત થાય છે. તેની પૂર્વે બુધરાસ' છે. પ્રતિ પત્રમાં ૧૧ પંક્તિ છે. પ્રતિ પંક્તિ ૪૦ થી ૪૫ અક્ષરો છે. આ અક્ષરો ભરાવદાર અને સુવાચ્ય છે. પત્ર ક્રમાંક ૪ અને ૫ ના અક્ષરો ફૂટતાં સામેના પત્રની શાહી લાગી છે. લાલ રંગની દંડ વ્યવસ્થા છે. કડી ક્રમાંક નિયમિત છે. પ્રત પ્રારંભ : 3દ્ધિ નિનવર ધ્યા3 1 થી થઈ છે. કારણકે આ સઝાયની પૂર્વે બુધરાસ' પૂર્ણ થાય છે. તેના પછી તરત જ કયવન્ના સક્ઝાય પ્રારંભ થઈ હોવાથી કવિએ મંગલાચરણ રૂપે ભલે મીંડું કર્યું નથી. प्रतना मंते : इति श्री कयवन्ना अणगार रास संपूर्णमिदं । संवत १८०८ना कार्तिक वद ९ નિરિદ્રતામૂળ પ્રત પરથી આ સક્ઝાયની નકલ ૧૨૮ વર્ષ પછી થઈ છે. અહીંમતિ લેખનકારનું નામ અંકિત થયું નથી. (ગ) હસ્તપ્રત નં - ૨૦૦૮૩, પ્રતનું માપ = ૨૪x ૧૧, કુલ પત્ર-૨. પ્રતિ પત્ર ૧૪ પંક્તિઓ છે. પ્રતિ પત્રા પર કુલ ૧૪ પંક્તિઓ છે. પ્રતિ પંક્તિમાં ૪૨ થી ૪૫ અક્ષરો છે. અક્ષરો મધ્યમ કદના અને સુવાચ્ય છે. આ પ્રતમાં દંડ વ્યવસ્થા નથી. કડી ક્રમાંકમાં નિયમિતતા નથી. પ્રત પ્રારંભ: I૬૦નાદ્રિ નિનવર પ્યાડંથી થયો છે. પ્રતનો અંત : રૂતિ વયવન્ન ત્રષિ સંય સંપૂર્ણ નિતિંગ રામસાગર સંવત ૧૭૮૮ વર્ષે શા
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy