SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૧ ૭. ગુણસાગરસૂરિ કૃત કયવન્ના ચોપાઈ (સં. ૧૬૦૬) આ કૃતિની બે હસ્તપ્રત પ્રાપ્ત થઈ છે. (ક) આચાર્ય શ્રી કૈલાશસાગર સૂરિ જ્ઞાન મંદિર, કોબા (ખ) શ્રી ગોડીજી જૈન જ્ઞાન ભંડાર, પાયધુની - મુંબઈ ( ૬ ) હસ્તપ્રત ક્રમાંક - ૫૮૦૩૫, કુલ પત્ર – ૧૦, પ્રતનું માપ – ૨૨ x ૧૦ સે.મી., પ્રતિ પત્ર – ૧૪ છે. પ્રતિ પંક્તિ અક્ષરો ૪૦ થી ૪૫ છે. કોઈ કોઈ પત્રના અક્ષરો નાના મોટા થયા છે. પત્ર ૫A ના અક્ષરો અત્યંત બાજુમાં અને બીજા પૃષ્ઠની તુલનામાં નાના છે. તે પત્ર ઉપર સોળ પંક્તિઓ આલેખાયેલી છે. ચારે બાજુનાં હાંસિયામાં ખુટતા પાઠો ઉમેર્યા છે. આ પ્રતમાં અશુદ્ધિઓ ઘણી છે. દંડનો પ્રયોગ અનિયમિત છે. કડી ક્રમાંક પણ ક્રમસર નથી.ખૂટતા પાઠો ઉમેરવા‘X’, X આવી નિશાની થઈ છે. પ્રત પ્રારંભઃ ।।૬૦||મારુ રાખેલુહા ।। પ્રતના અંતે ઃ કૃતિ શ્રી યવન્ના વોપાર્ડ સંપૂર્ણ।। સંવત ૧૭૨૪ વર્ષે તિચિતં ગાર્યા શ્રી રમાની પનાવૈં।।શ્રીરસ્તુ।। આ પ્રતનું લિપિકરણ સંવત ૧૦૨૪માં શ્રી કરમાજી નામનાં કોઈ સાધ્વીજીનાં અભ્યાસ માટે કર્યું છે. (ખ) ગ્રંથ ક્રમાંક-૩૩૩, પ્રતનું માપ - ૨૫.૫ × ૧૧ સે.મી., કુલ પત્ર - ૮, (3Aપૃષ્ઠનથી.) પ્રતિ પત્ર પંક્તિઓ નિયમિત લખાઈ નથી. ક્યાંક ૧૦, ક્યાંક ૧૮ તો ક્યાંક ૧૬ પંક્તિઓ અંકિત થઈ છે. આ હસ્તપ્રત અપૂર્ણ છે. કડી - ૨૮ થી પ્રારંભ થાય છે. તેના અક્ષરો નાના હોવા છતાં સુવાચ્ય છે. આ પ્રતમાં દંડ વ્યવસ્થા નથી. કડીના અંતે થોડી જગ્યા છોડી કડી ક્રમાંક લખી આગળ લખાણ ચાલુ થયું છે. પાંચ નંબરના પૃષ્ઠ પર કડી ક્રમાંક ક્રમસર નથી. વધારાના અક્ષરો ભૂંસવા પીળા રંગનો ઉપયોગ થયો છે. આ પ્રતના પૃષ્ઠ ૮ પર ફૂલ પાનની આકર્ષક ડિઝાઈન દોરેલી છે. જેમાં લીલો, પીળો, ગુલાબી, સફેદ અને કથ્થાઈ કલર પૂર્યો છે. પ્રત પ્રારંભ : નંદ્ર સુસેના નામથી વેસ્યાવસિ ગાળિ થી થયો છે. પ્રતના અંતે : કૃતિ શ્રી યવન્નાધિાર સંપૂર્ણ।।છ|| નોંધ : (ક) અને (ખ) બન્ને પ્રતોના પાઠ મેળવી આ ચોપાઈ તૈયાર કરી છે. (ખ) પ્રત અપૂર્ણ હોવાથી કડી નં. ૨૭ સુધી (ક)નો આધાર લીધો છે. ત્યાર પછી (ખ) પ્રતને મુખ્ય ગણી છે.)
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy