SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ વંચાતો નથી અને કેટલાક અક્ષરો ખરી પણ ગયા છે. આ પ્રતમાં મોટે ભાગે પડીમાત્રા વપરાઈ છે. આ પ્રતમાં પત્ર ક્રમાંક જમણી બાજુના હાંસિયામાં લખાયો છે. પ્રત પ્રારંભ : TI૬૦||શ્રીસારાનમ: || પ્રતના અંતે ઃ |તિશ્રી વાનપ્રસ્તાવેવન્ની ૩૫સંપૂfiાશ્રી || શ્રી પાશ્રી || આપ્રતમાં પણ પ્રતિલેખનનો પાઠનોંધાયો નથી. (ગ)ડાભડા ક્રમાંક- ૨૮, પ્રત ક્રમાંક-૧૩૦૬, કુલ પત્ર - ૧૦ (આ પ્રત અપૂર્ણ છે.), પ્રતનું માપ- ૨૮.૫ X૧૨ સે.મી. છે. પ્રતિપત્ર પર ૧૪ પંક્તિઓ છે. પ્રતિ પંક્તિમાં ૪૬ થી ૫૦ અક્ષરો છે. આપતના અક્ષરો મોટા અને સુવાચ્ય છે. પત્રના મધ્યભાગે બદામ આકારનું ચોખંડું છે. ખૂટતા પાઠો બન્ને બાજુના ૧ ઈંચના હાંસિયા તેમજ ઉપર, નીચેની ખાલી જગયામાં ઉમેર્યા છે. વધારાના પાઠ કાઢવા સફેદો લગાડેલો છે. તેમજ ક્યાંક શબ્દની ઉપર IT' નિશાની કરી છે. જેમકેકઈવઈન'. (અહીં ‘ઈ’ શબ્દ વધારાનો છે.) ખૂટતા પાઠ માટે + (પાના નં. ૧૦, ૭, ૬A, ૫, ૪), 'X' (પાના નં. ૮) આવી નિશાની થઈ છે. દંડ વ્યવસ્થા અને કડી ક્રમાંક નિયમિત છે. પડિમાત્રાનો ઉપયોગ છૂટથી થયો છે. પ્રત પ્રારંભ : ||૬|સરસ વવન3Rાપડ સવા| પ્રતના અંતે : ||મંડŞપડધ૩ તવ ત્રષિરાય નહતો... પત્ર નં. ૧૦ પછીના પૃષ્ઠન હોવાથી આ પ્રતનાપ્રતિલેખન વિષે માહિતી મળતી નથી. ૨. સાધુરતનસૂરિજી કૃત કયવન્ના ચોપાઈ (આશરે સં. ૧૫૦૯) આ પ્રતની ત્રણ નકલ નીચેના જ્ઞાનભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. (ક) શ્રી નિત્ય વિનય જીવનમણી વિજયજી જૈન પુસ્તકાલય- ચાણસ્મા, પાટણ (ખ) શ્રી મહાવીર જૈન વિદ્યાલય પુસ્તકાલય - મુંબઈ (ગ) આચાર્ય શ્રી કૈલાશસાગર સૂરિ જ્ઞાનમંદિર- કોબા, અમદાવાદ (ક) પ્રત ક્રમાંક- ૦૫૮, પ્રતનું માપ ૨૨૪૧૨ સે.મી. છે. કુલ પત્ર પાંચ છે. પ્રતિ પત્ર ઉપર ૧૩ પંક્તિઓ છે. પ્રત્યેકપંક્તિમાં ૪૮થી ૫૦ અક્ષરો છે. આ અક્ષરો મધ્યમ કદના અને ભરાવદાર હોવાથી સુવાચ્ય છે. પત્રની વચ્ચે અનિયમિત આકારનું ચોખંડું છે. પત્ર નં. ૨A, ૨ અને ૫ આ ત્રણ પત્ર ઉપર ચોખંડું જ નથી. ચોખંડામાં એક પણ અક્ષર લખ્યો નથી. વચ્ચેની જગ્યા કોરી રાખી છે. આ પ્રતની વિશેષતા એ છે કે તેના પ્રથમ પૃષ્ઠ ઉપર એક ઈંચના હાંસિયામાં જમણી અને ડાબી તરફ ફૂલ વેલનું ચિત્રામણ કરવામાં આવ્યું છે.
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy