________________
૨૦૧
૧૪. શ્રી ગંગારામજી કૃત કયવન્નાકુમાર ચોપાઈ (સં. ૧૯૨૧)
દુહા : ૧
પુરણ વંછત સુખકર્ણ, દાયક અરીહંત દેવ; સેવ કરૂં સુદેં મનેં, નામ જપું નીત મેવ
સમરુ સૂરસ્વતી સ્વામીની, પ્રણમું સત ગુરુ પાય; કેવનાં કુમાર કી, કથા કહૂં ચીત લાય પ્રથમ વહી ઘુર મંડીયે, ગોતમજીકિ લબધ(ધિ); સુરગુર સમ જગ જાંનીયે, અભય કુંવરકી બૂધિ અખૂટ અટૂટ ભંડાર સમ, સાલિભદ્ર કી રીધ; કેવનાં સોભાગ તીમ, નાંમ લીયેં તે સીધ વારે શ્રી મહાવીર કેં, શ્રી શ્રેણિક રાજ; ભોગી ભમરો નર થયો, સારયા આતમ કાજ
ઢાળ : ૧ (ધર્મ દલાલી ચીત કરો...એ દેશી) નગરી રાજગરી ભલી, સુર નગરી સમ સોહેરે; રાજા પ્રજા બહુ સુખી, ભવજણનાં મન મોહે રે ધનદત્ત શેઠ વસેં જીહાં, રીધ સમરીધ સનુરો રે; કોડીધજ વીવહારીયા, રાજા માને પુરો રે ચંદવદન મીરગાલોચની, વસુમતી તસ નારી રે; દેવધર્મગુરુ રાગિણી, નમણી ખમણી સારી રે ગાલ રાલ મુખ નાવે કે, ઉંચે `સબદ ન બોલે રે; કુલવંતી સૌભાગની, કોઈ ન તેહનેં તોલે રે સુખ લીલા ભર વીલસતાં, ઉપજો ગર(ભ) ઉદ્યોત રે; સૂરબીંબ જિમ પૂરવે, સીપ સોહૈ જિમ મોતી રે નીસભર સુતી નીંદમેં, ચંદ સૂપન તીણ દિઠો રે; જાય જણાયો નાથનેં, ફલ ભાખો તીણ મિઠો રે તીજે માસ ડોહલો, ઉપજે ગરભ પ્રભાવે રે; ચોર’ગૂગલ કીનાં સુનું, તપ જપ સીલ સુહાવે રે
૧. પા. સ્વાદ; ૨. પા. વોલ.; ૩. ચાડી, ચુગલી.
...૦૧
...૦૨
...03
...૦૪
...૦૫
...ન ...૦૧
......૦૨
...ન ...03
...l ...૦૪
...ન ...૦૫
...{...૦૬
...ન ...0o