SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ આ કુર્માપુત્રએ એક વખત મુનિને સિદ્ધાંતપાઠ કરતાં સાંભળ્યા. આ પાઠ સાંભળતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વનું શુદ્ધ સમ્યક્ત્વયુક્ત સાધુપણું નજરે નિહાળતાં, ચારિત્રવાસિત આત્મા જાગૃત થઇ ગયો. શુક્લધ્યાનની ધારાએ કુર્માપુત્રને ઘેર બેઠા બેઠા જ ભાવચારિત્ર સ્પર્શી ગયું અને આ ભાવચારિત્રની સ્પર્શનાએ તેને બનાવી દીધા કુમાંપુત્ર કેવલી. એટલું જ નહીં, પણ ચાર દીક્ષિત થયેલા મુનિરાજો પણ જ્યારે કુર્માપુત્ર કેવલી સમીપે આવ્યા અને મૌન ધારીને રહ્યા ત્યારે કુર્માપુત્ર કેવલીએ વર્ણવેલ ચારેના પૂર્વભવના સાધુ-સ્વરૂપને સાંભળીને તે ચાર મુનિરાજો કેવલી થયા. ભાવદીક્ષિત એવા કુર્માપુત્ર કેવલીએ પણ દ્રવ્યવેશને ગ્રહણ કરી, કેશનો લોચ કરી અનેક જીવોને બોધ આપ્યો. પણ આ બધાની પશ્ચાદ ભોમકામાં પડેલું જો કોઈ તત્વ હોય તો એક જ “કારણ કે તે સાધુ હતા.” “કારણ કે તે સાધુ હતા” + [64] + + મુનિશ્રી દીપરત્નસાગરજી
SR No.009207
Book TitleLaghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy