SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ છેદન-ભેદનમાં પાપ છે માટે તેનો ત્યાગ કરવો તે ન સમજાયું અને ધર્મરૂચિને જ આ વિચાર કેમ સ્કૂર્યો? --- કારણ કે તે સાધુ હતા.” ધર્મરૂચિને તપોવન નજીક જૈન સાધુનાં દર્શન થયાં. ધર્મરૂચિ પૂછે છે કે, “હે સાધુજનો ! શું તમારે આજે અનાકુટ્ટી નથી?” સાધુ કહે, “તાપસજી અમારે તો આજીવન અનાકુદી જ હોય છે અર્થાત્ સાવદ્ય આચરણ ત્યાગ જ હોય છે. ધર્મરૂચિને થયું કે, અહો ! મેં પણ આવું આચરણ પૂર્વે ક્યારેક કરેલું છે, તેમ લાગે છે. જાતિસ્મરણ જ્ઞાન થયું, પૂર્વે પાળેલું સાધુજીવન યાદ આવી ગયું. એ પણ યાદ આવ્યું કે, પૂર્વે મેં સર્વે (વનસ્પતિ). જીવોને અભયદાન આપેલું હતું, માટે જ આ ભવે પણ મને યાવજ્જવ અનાકુદી પાલનની ઈચ્છા જાગી. અને પૂર્વના મુનિરાજ બન્યા વર્તમાનના પ્રત્યેક બુદ્ધ. ધર્મરૂચિ પ્રત્યેક બુદ્ધ બની ગયા. પછી ભાગવતી દીક્ષા પણ ગ્રહણ કરી. અનેકને કંદાદિ ભક્ષણ ન કરવા પચ્ચષ્માણ કરાવ્યાં. પરંતુ આ પ્રત્યેક બુદ્ધપણાની જો કોઈ જડ હોય તો તે એક જ છે. કારણ કે તે સાધુ હતા.” “કારણ કે તે સાધુ હતા” [57] મુનિશ્રી દીપરત્નસાગરજી
SR No.009207
Book TitleLaghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy