SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ દઈ વંદન કરી, અનશન ગ્રહણ કર્યું. ક્યાંથી આવ્યો આ પશ્ચાતાપનો ભાવ? ક્યાંથી આવ્યું અનશન તપનું સ્મરણ? કારણ કે તે સાધુ હતા.” એક જ ભવનું સાધુપણું. તે સાધુ અવસ્થાનો વિનય અને તે સાધુપણામાં કરેલ તપધર્મની આરાધના તેના માટે આ ભવમાં ફરી મોક્ષમાર્ગે ડગલાં દેવામાં પ્રેરકબળ બન્યા . એક ચંડાળ જેવા ઉગ્ર સ્વભાવનો સર્પ ફરી પોતાની સાધુતામાં સ્થિર થયો. અનેક જીવોનો અભયદાતા બન્યો. કીડીઓએ ચારણી જેવું શરીર કરી દીધું તો પણ સમ્યક ભાવે તે પરિષહ-ઉપસર્ગને સહન કર્યા ક્યાંથી આવ્યો આ ભાવ? ક્યાંથી આવી આ તિતિક્ષા? --- કારણ કે તે સાધુ હતા.” બસ, એ જ મોક્ષમાર્ગની મુસાફર ભલે સંયમ ચૂક્યો, પણ મુસાફર તો મોક્ષમાર્ગનો જ હતો નો ફરી માર્ગે આવીને ધ્યેયસિદ્ધિ હાંસલ કરી. == = + == = + = == + = = = + == = “કારણ કે તે સાધુ હતા” [55] મુનિશ્રી દીપરત્નસાગરજી
SR No.009207
Book TitleLaghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy