SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં હરિકેશબળને આ એક જ દ્રશ્ય જીવનની તરેહ બદલાવી દીધી. હરિકેશને એક ચિંતન મળી ગયું આ નિમિત્તે. “પ્રાણી પોતાના જ ગુણ-દોષથી સુખ-દુઃખને જન્મ આપે છે. તો હું પણ નિર્ગુણી મટીને ગુણી થાઉ” બસ, એક જ ચોંટ ને હરિકેશ ચાંડાળપુત્ર બની ગયા હરિકેશમુનિ સાધુ બની ગયા. પણ ના, આ વાત અધૂરી છે, ઘણી અધૂરી. નિમિત્ત તો આત્માને પળે પળે મળે. નિમિત્તવાસી આત્મા કંઈ બધાં જ ઉત્ક્રાંતિનો રાહ ગ્રહણ નથી કરતા. હરિકેશ ચાંડાળપુત્રની આ નિમિત્તની તીવ્ર પ્રતિક્રિયા પાછળ કંઈક જુદું જ રહસ્ય છે. અને એ રહસ્ય છે ––– “કારણ કે તે સાધુ હતા.” ગજપુર નગરે ગોચરી માટે નીકળેલા શંખ રાજર્ષિને જોઇને સોમદેવ પુરોહિતે વિપરીત માર્ગ બતાવ્યો. પોતાના ઉચ્ચ જાતિપણાનો મદ કરતા પુરોહિતે સાધુને કષ્ટમાં જ પાડેલા, પણ સાધુ ધર્મના પ્રભાવથી અગ્નિ શીતળ બની ગયો. સોમદેવને પોતાની જાત પર ધિક્કાર છૂટ્યો. સાધુના ચરણે નમીને સંયમને ધારણ કરી, જાતિમદ રહિત થઇ, વિનયપૂર્વક ગ્રહણ-આસેવન શિક્ષા ગ્રહણ કરી સમગ્ર જીવન પસાર કર્યું. “કારણ કે તે સાધુ હતા” [42] મુનિશ્રી દીપરત્નસાગરજી
SR No.009207
Book TitleLaghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy