SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પુરૂષો કંઈ ભજન-કીર્તન માટે તો તેણીને ત્યાં આવતા નથી. આવા વિષયસુખના અર્થીઓને વિષયથી વિરક્ત બનાવીને સંયમમાર્ગે મોકલવા તે કંઈ સામાન્ય પ્રતિબોધશક્તિ છે ? કદાચ એવો પણ વિચાર આવે કે દશ કામીજન બોધ ન પામે તો શું ? આ તો જૈન શાસનની તવારીખનું તેજસ્વી પાત્ર છે. તેનો અભિગ્રહ પણ કેવો મજબૂત છે ? જ્યાં સુધી દશને પ્રતિબોધ કરી સંયમના માર્ગે વાળું નહીં, ત્યાં સુધી ખાવું-પીવું-સંડાસ-પેશાબ ચારે વસ્તુનો ત્યાગ. જોજો, માત્ર વેશ્યાનો ત્યાગ નથી કર્યો. આહાર-વિહાર બંનેનો ત્યાગ છે. અને આ ક્રમ પણ એક-બે દિવસનો નથી, બાર-બાર વર્ષ સુધી ચાલ્યો છે. વેશ્યાના ઘેર રહેવા છતાં અભિગ્રહમાં કોઈ ક્ષતિ પહોંચી નથી. બાર વર્ષ સુધી રોજ દશ-દશ કામીજનોને દીક્ષાના માર્ગે વાળી દીધા છે. વિચાર્યું છે કદી ક્યાંથી આવી આ સંયમભક્તિ ? ક્યાંથી આવ્યો આ પ્રવજ્યા અનુરાગ ? “કારણ કે તે સાધુ હતા.” શ્રેણિક રાજાના પુત્ર નંદીષેણ દીક્ષા અંગીકાર કરી ત્યારે તેણે દેવવાણી સાંભળી જ હતી કે “ હે નંદીષેણ ! તારે ભોગાવલી કર્મ બાકી છે. દીક્ષા લેવા ઉત્સુક ન થા ! પણ “કારણ કે તે સાધુ હતા” [26] મુનિશ્રી દીપરત્નસાગરજી
SR No.009207
Book TitleLaghu Vyakhyan Sangrah Karan ke te Sadhu Hata
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy