SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૪૭ બને છે. પરંતુ જીવનમાં સમતાયોગ પ્રગટાવ્યા વિના માત્ર તે દ્રક્રિયાનો જ આગ્રહ રાખવાથી કરેલી ક્રિયાઓ દ્વારા પોતાનામાં માન અને રાગાદિ પરિણામ જન્માવે છે અને ક્રિયા ન કરનારા ઉપર દ્વેષભાવ જન્માવે છે. આમ રાગ-દ્વેષનું જ લગભગ કારણ બને છે. માટે જ ઉત્તમ સાધક મહાત્માઓ સમત્વને જ પ્રધાનતા આપે છે અને સમતા ભાવપૂર્વક શાસ્ત્રમાં જણાવેલાં ધાર્મિક અનુષ્ઠાનોનું વિધિપૂર્વક આરાધન પણ કરે છે. આ રીતે આ અનુષ્ઠાનો કરીને મુક્તિમાર્ગની સાધના કરે છે. પૂજયપાદશ્રી આનંદઘનજી મહારાજશ્રી પણ ચૌદમા ભગવાનના સ્તવનમાં જણાવે છે કે – “ શાસ્ત્ર નિરપેક્ષ વ્યવહાર જુઠો કહ્યો. શાસ્ત્ર સાપેક્ષ વ્યવહાર જ સાચો” માટે શાસ્ત્રથી નિરપેક્ષ વ્યવહાર (એટલે કરાતાં ધર્માનુષ્ઠાનો) મોક્ષસાધક બનતાં નથી. તેથી તે સઘળો પણ અશુદ્ધ વ્યવહાર છે અને તેનું ફળ ભવભ્રમણા જ છે, સંસારવૃદ્ધિ જ છે. તેને બદલે શાસ્ત્રસાપેક્ષ અનુષ્ઠાનોનું આચરણ એ જ શુદ્ધ વ્યવહાર સ્વરૂપ હોવાથી મુક્તિદાયક બને છે. તેવી જ રીતે તપસંયમ, વૈયાવચ્ચ આદિ સઘળાં પણ ધર્મ અનુષ્ઠાનો સમતાભાવપૂર્વક કરવાનો છે, આવું જિનાગમનું વિધાન છે, તે જાણવા છતાં તેના તરફ ઉપેક્ષાભાવ સેવીને અશુદ્ધ વ્યવહારમાં જ જે જીવો રચ્યાપચ્યા રહે છે અને તેવા પ્રકારનાં અશુદ્ધ અનુષ્ઠાન કરવાનો જ આગ્રહ વિશેષ રાખે છે, તે બલવાન મોહાધીનતા જ છે. આવા પ્રકારના મોહાધીન જીવો સંસારમાં ભટકે છે. //રદી येन केन प्रकारेण देवताराधनादिना । चित्तं चन्द्रोज्वलं कार्य, किमन्यैर्ग्रहकुग्रहैः ॥२७॥
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy