SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર - ઇલાચીકુમારને વિવિધ પ્રકારે નૃત્ય કરતો જોઈને રાજા તેને દાન આપવાને બદલે મનમાં વિચારે છે કે જો આ નટ નાચતો નાચતો નીચે પડે અને મરી જાય તો આ કન્યા મને મળે. આ બાજુ વાંસ ઉપર નૃત્ય કરતા (મરણીયા ખેલ કરતા) ઇલાચીકુમારની નજર કોઈ એક ઘરમાં ગોચરી વહોરતા એક મુનિ ઉપર પડી. વહોરાવનાર અતિશય સુંદર રૂપવાળી એક સ્ત્રી છે. ઘરમાં તે એકલી જ છે. બીજું કોઈ નથી. ઘણા જ ભાવપૂર્વક આહાર વહોરાવવાનો આગ્રહ કરે છે. મુનિ પણ એકલા જ છે. છતાં તે સ્ત્રી સામે દૃષ્ટિપાત પણ કરતા નથી. નીચા મુખે જ આહાર ગ્રહણ-અગ્રહણ કરે છે. આ દશ્ય જોઈને તેનો આત્મા સફાળી જાગી ઉઠે છે. તેની વિચારધારા બદલાય છે. મન જે કામાતુર હતું, તેને બદલે વૈરાગ્યથી વાસિત બને છે. જાતિસ્મરણ જ્ઞાન થાય છે. તેનાથી પૂર્વભવ જાણીને આત્મપરિણામની ધારા વૃદ્ધિ પામે છે. ભાવનાનો પ્રકર્ષ થતાં ક્ષપકશ્રેણી માંડે છે. ચાર ઘાતિકર્મોનો ક્ષય કરીને માંચડા અને દોરી ઉપર જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ ત્રણે મહાત્માઓનું બાહ્ય જીવન કલુષિત છે. દ્રવ્યધર્મ એટલે કે ક્રિયા કરવાનો અવસર જ આવ્યો નથી. પરંતુ ભાવના બદલાતાં સમતાયોગના આલંબને જ કેવળજ્ઞાની-કેવલદર્શની બન્યા છે. તેઓએ બાહ્ય ધર્મક્રિયાનો કોઈ આગ્રહ રાખ્યો ન હતો અને કોઇ વિશેષ પ્રમાણમાં બાહ્ય ધર્મક્રિયા જીવનમાં હતી પણ નહીં પરંતુ કેવળ એક સમતાયોગના બળથી જ સંસાર તર્યા છે. બાહ્ય ધર્મક્રિયાઓ કદાચ જીવનમાં આવી હોય તો પણ તે ધર્મક્રિયાઓ કરતાં કરતાં જ્યારે સંયમી જીવનમાં તે ધર્મક્રિયાઓ સહાયક બનીને સમતાયોગને પ્રગટ કરે છે, તો જ કલ્યાણનું કારણ
SR No.009201
Book TitleYogsaar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherDhirajlal D Mehta
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size81 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy