SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૭) પત્ર ૯૪૫ મોરબી, શ્રાવણ વદ ૧૦, ૧૯૫૬ શ્રી પર્યુષણ આરાધના એકાંત યોગ્ય સ્થળમાં, પ્રભાતે : (૧) દેવગુરુની ઉત્કૃષ્ટ ભક્તિવૃત્તિએ અંતરાત્મધ્યાનપૂર્વક બે ઘડીથી ચાર ઘડી સુધી ઉપશાંત વ્રત. (૨) શ્રુત ‘પદ્મનંદી' આદિ અધ્યયન, શ્રવણ, મધ્યાન્ને : (૧) ચાર ઘડી ઉપશાંત વ્રત. (૨) મૃત ‘કર્મગ્રંથ'નું અધ્યયન, શ્રવણ, સુદષ્ટિતરંગિણી' આદિનું થોડું અધ્યયન. સાયંકાળે : (૧) સમાપનાનો પાઠ. (૨) બે ઘડી ઉપશાંત વ્રત. (૩) કર્મવિષયની જ્ઞાનચર્ચા. - રાત્રીભોજન સર્વ પ્રકારનાનો સર્વથા ત્યાગ. બને તો ભાદ્રપદ પૂર્ણિમા સુધી એક વખત આહારગ્રહણ. પંચમીને દિવસે ઘી, દૂધ, તેલ, દહીંનો પણ ત્યાગ. ઉપશાંત વ્રતમાં વિશેષ કાળનિર્ગમન. બને તો ઉપવાસ ગ્રહણ કરવો.લીલોતરી સર્વથા ત્યાગ. બ્રહ્મચર્ય આઠે દિવસ પાળવું. બને તો ભાદ્રપદ પુનમ સુધી. શિમમ્. . પર્યુષણનો અપૂર્વ બોઘ .....બંધ થતો નથી. મિથ્યાત્વથી રાગદ્વેષ થાય છે. તેથી બંધ થાય છે. જેમ શેઠ છે. મનમાં લાવે કે મારા છોકરાં, પૈસો, દેહ મારાં નથી. તો કંઈ ફેર પડે ખરો કે નહીં ? મુંબઈમાં એકનું ઘર બળ્યું. તેણે તેનું માન્યું હતું. તે મરી ગયો. પણ બીજા જે ઊભા હતા, તેને કંઈ થયું નહીં. તેમ માન્યતાનો ફેર છે. માન્યતા ફરી પછી કર્મ શું કરે ? બાંધેલું હોય તે ઉદયમાં આવે ને ચાલ્યું જાય. સમકિતી કર્મને આદર ન દે અને મિથ્યાત્વી રાગદ્વેષ કરી પોતાના માની નવો બંધ કરે. આનો ઉપાય શું? બધાના ઉપાય હોય. એક હાથે તાળી ન પડે. ભગતે કહ્યું :- દીનબંધુની કૃપા, ભવસ્થિતિ પરિપાક, સંતચરણની * [[:81 *
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy