SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦૬) ૨૧. ‘જોગા પયડિપદેસા,' = યોગથી પ્રકૃતિ અને પ્રદેશબંધ થાય છે. ૨૨. સ્થિતિ તથા અનુભાગ કષાયથી બંધાય છે. ૨૩. આઠવિધ, સાતવિધ, છવિધ, ને એકવિધ એ પ્રમાણે બંધ બંધાય છે. (વ.મૃ.પૃ.૭૭૨) ૧૦. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગથી એક પછી એક અનુક્રમે બંધ પડે છે. ૧૧. મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય તે. મિથ્યાત્વથી વિરતિપણું ન થાય, વિરતિને અભાવે કષાય થાય, કષાયથી યોગનું ચલાયમાનપણું થાય છે. યોગનું ચલાયમાનપણું તે ‘‘આસ્રવ’’ અને તેથી ઊલટું તે ‘‘સંવર’’. (વ.મૃ.પૃ.૭૯૪) આત્મસાધન દ્રવ્ય – હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. ક્ષેત્ર – અસંખ્યાત નિજઅવગાહના પ્રમાણ છું. કાળ - અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. ભાવ - શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. * *પ્રભુશ્રીજીએ આ બોલ અહોનિશ સ્મરણમાં રાખવા યોગ્ય જણાવેલું
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy