SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૦) જાગૃતિ થઈ તેથી તે પૂછે છે કે-આત્માનું ધ્યાન કરવાનો આપનો ઉપદેશ છે તો તે આત્મા કેવો છે ? તેનું સ્વરૂપ કેવું છે ? નિજ અનુભવસે પ્રગટ હૈ, નિત્ય શરીર પ્રમાણ; લોકાલોક નિહારતા, આતમ અતિ સુખવાન. ૨૧ (૨૨) આત્માનું સ્વરૂપ આવું છે તો તેની સેવા કેવી રીતે કરવી ? આત્મસેવાનો ઉપાય શું ? મનકો કર એકાગ્ર સબઈન્દ્રિય વિષય મિટાય, આતમજ્ઞાની આત્મમેં, નિજકો નિજસે ધ્યાય. ૨૨ (૨૩) આત્માની સેવાથી શું પ્રયોજન સિદ્ધ થશે ? અજ્ઞભક્તિ અજ્ઞાનકો, જ્ઞાનભક્તિ કે જ્ઞાન, લોકોક્તિ જો જો ધરે, કરે સો સેવક દાન. ૨૩ (૨૪) જે યોગીને ધ્યાનની સિદ્ધિ થઈ ગઈ છે તેને આત્મધ્યાનથી બીજું શું ફળ મળે છે ? પરીષહાદિ અનુભવ વિના,આતમ-ધ્યાન પ્રતાપ; શીધ્ર સસંવર નિર્જરા, હોત કર્મકી આપ. ૨૪ (૨૫) આત્મધ્યાનમાં આપ જ ધ્યાતા છે, આપ જ ધ્યેય છે, ત્યાં બીજો કોઈ અન્યનો સંબંધ હોતો નથી. તેથી આવી એકાગ્રતાના પ્રભાવથી દ્રવ્યકર્મોની નિર્જરા થાય છે ને નવીન કર્મોનો સંવર થાય છે. કટકા મેં કર્તાર હું-દો ભિન્ન વસ્તુ સંબંધ આપ હિ ધ્યાતા ધ્યેય જહં, કેસે ભિન્ન સંબંધ. ૨૫ (૨૬) આત્મધ્યાનથી દ્રવ્યકર્મનો વિયોગ થાય છે તો કર્મનો બંધ કેવી રીતે થાય છે ? મોહી બાંધત કર્મકો, નિર્મોહી છૂટ જાય; યાતેં ગાઢ પ્રયત્નસે, નિર્મમતા ઉપજાય. ૨૬
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy