SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - (૨૧૯) (૧૭) ધન પેદા કરવામાં પાપ થાય છે, પાપથી દુઃખ થાય છે. તેથી ધન નિંદ્ય કહી શકાય, પણ ધન વિના સુખના કારણ ભોગ-ઉપભોગની પ્રાપ્તિ અસંભવ છે તેથી ભોગ-ઉપભોગ માટે ધન જોઈએ તો આ કારણથી તે પ્રશસ્ત કહી શકાય. ભોગ-ઉપભોગ માટે પણ તે પ્રશસ્ત નથી તે સમાધાન માટે ભોગ ઉપભોગનું સ્વરૂપ આચાર્ય કહે છે. ભોગાર્જન દુઃખદ મહા, ભોગત તૃષ્ણા બાઢ; અંત ત્યજત ગુર કષ્ટ હો,કો બુધ ભોગત ગાઢ. ૧૭ (૧૮) જે શરીરને માટે તું અનેક દુઃખોથી પણ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે તે શરીરનું સ્વરૂપ કેવું છે તેનો વિચાર કરવાનું આચાર્ય કહે છે. શુચિ પદાર્થ ભી સંગ તે, મહા અશુચિ હો જાય; વિધ્ધ કરણ નિત ખાય હિત, ભોગેચ્છા વિફલાય. ૧૮ (૧૯) ધનાદિ સામગ્રી નિરંતર આપત્તિનું મૂળ છે તેથી શરીરનો કંઈ ઉપકાર નથી થઈ શકતો તો ભલે, પણ ધનાદિથી ધર્મનું સાધન થઈ શકશે તેથી આત્માનું ભલું થશે – તેથી આત્માનો ઉપકાર થશે- તે માટે ધન હોવું જોઈએ. આચાર્ય જણાવે છે કે ધનાદિથી આત્માનો ઉપકાર થવો અસંભવ આતમહિત જે કરત હૈ, સો તનકો અપકાર; જે તનકા હિત કરત હૈ, સો યિકો અપકાર. ૧૯ (૨૦) વ્યવહારથી ધર્મનું સાધન શરીર કહેવાય છે પણ વાસ્તવ્યમાં શરીરથી વૈરાગ્યભાવ જ ધર્મ છે. - આલોક પરલોક સંબંધી ફળનું કારણ ધ્યાન છે, ધ્યાનથી બધું મળે છે તો ધ્યાન દ્વારા શરીરનો ઉપકાર નહીં ચિંતવવો જોઈએ. ઈત ચિંતામણિ મહત્, ઉત ખલ ટુક અસાર; ધ્યાન ઉભય યતિ દેવ બુધ, કિસકો માનત સાર. ૨૦ (૨૧) ઉપર જણાવેલી સમજથી શિષ્યને અંતરંગમાં આત્મધ્યાનની રીતે
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy