SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૯) ૩૪ આલોચનાનું માહાત્મ્ય પદ્મનંદિ સૂરિની આ આલોચના, ત્રિકાળ અર્હત આગળ, · શ્રદ્ધાભક્તિથી જે ભવ્ય ભણશે, નિષ્કામ ભાવે નિર્મળ; આનંદધામ ઉત્તમ ધ્રુવપદ તે, પામે બુદ્ધિધન આણે, યોગીન્દ્ર પણ તપ ચિરકાળ તપતાં, જે પદ પામે પરાણે. હે ! ગુરુરાજ. ૩૫ ૧સદ્ગુરૂ બોધે નિશ્ચય અને આશ્રય કર્તવ્ય મૃગશીર્ષમાં બે શ્યામ શૃગ જેવાં, ગુરુ પૂર્ણચંદ્ર સમીપે, પ્રબોધ-પ્રકાશે પ્રકાશી ઊઠે તેમ, અજ્ઞાન જ્ઞાન બની દીપે; ચારગતિ વિશેષ લખ ચોરાશી રૂપે, યોનિઓ ગણીશ નહિ હું, નિશ્ચય તારો અને આશ્રય તારો, પામ્યા પછીથી રહે શું ! હે ! ગુરુરાજ. ૧. આ ગાથાના પ્રથમ ચરણમાં માગશર વદ ૨ ગુરૂ અને ત્રીજા ચરણમાં ૧૯૮૪ સંવતનો ગર્ભિત નિર્દેશ છે. ૨. સમ્યક્દર્શન જ્ઞાન રૂપી બે સદ્ગુણો પ્રકાશે છે.
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy