SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૧) મરણ આવે ત્યારે શું કરવું ? બધાએ જવાબ આપ્યા પછી શ્રીએ કહ્યું-‘આ વાત બહુ ગહન છે. સાંભળેલું સંભળાવું છું. આ જીવ સમયે સમયે મરી રહ્યો છે. માટે સમયે સમયે જાગૃતિ રાખવી–એક સમયનો પ્રમાદ ન કરવો. દહાડામાં મૃત્યુ સંભારવું. એટલે મમત્વભાવ નહિ થાય. પ્રમાદ જેવો એકે દોષ નથી, જે હાથમાં આવેલ રત્નચિંતામણી હરી લે છે.’’ પ્રમાદ=આત્માને પરમાં માનવો, આત્માને ભૂલી જવો. પત્ર (૭૨૫) જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણિરત્નતુલ્ય કહ્યું છે, તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતાં તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણિરત્નથી પરમ માહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે અને જો દેહાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો તો એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિ:સંદેહ દેખાય છે. પત્ર (૭૦૩) .મોક્ષસાધનના કારણરૂપ હોવાથી તેને ચિંતામણી જેવો કહ્યો છે, તે સત્ય છે. પણ જો તેથી મોક્ષસાધન કર્યું તો જ તેનું એ માહાત્મ્ય છે, નહીં તો પશુના દેહ જેટલી યે વાસ્તવિક દ્રષ્ટિથી તેની કિંમત દેખાતી નથી. પત્ર (૯૩૫) ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો ! જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમ પદનો જય કર્યો. *
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy