SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક ભાવ ૩૫. એ ખરેખર ભાવસામાયિક થયું કે નહિ? સારી રીતે કરી શકયા કે નહિ? આ માપવાની પારાશીશી કઈ છે એ પણ આપણે બરાબર સમજી લેવું પડે. સામાયિક કરીને ઊઠયા પછી જો આપણો આખો દિવસ એટલે કે બાકીના ૨૩ કલાક આપણા મનમાં શમભાવ, સમત્વભાવ અને સમાનતાભાવ – આ બધું રહી શકે તો આપણામાં સામાયિકભાવ આવ્યો એમ કહી શકાય, તો આપણું ભાવસામાયિક થયું એમ કહી શકાય, તો આપણને સામાયિકભાવનું નવનીત એટલે માખણ પ્રાપ્ત થયું એમ કહી શકાય અને તો જ આપણે પાંચ પ્રકારનાં અનુષ્ઠાનમાંથી ચોથું ‘તહેતુ (મોક્ષના હેતુ માટેનું) અનુષ્ઠાન કર્યું એમ સમજી શકાય. સામાયિક બહુ ઊંડો વિષય છે. આપણી સમયમર્યાદામાં જેટલું આપી શકાય તેટલું આપવાની કોશિષ કરી છે. તમે આ બધા પર શાંતિથી વિચાર કરજો, મનન કરજો, ચિંતન કરજો અને મંથન કરજો. પછી એમાંથી નવનીત મળશે. એનાથી કલ્યાણ થશે. આજની વાતચીતમાં અમુક વિચારોનાં બીજ નાખ્યાં છે. એ બીજને મનમાં ઊંડા ઉતરવા દેજો. કાળક્રમે એ બીજનાં ઉત્તમ ફળો તમને મળશે. આટલી શાન્તિથી મારી વાતને સાંભળવા બદલ તમારા સર્વેનો હાર્દિક આભાર માનું છું અને સર્વેના શુદ્ધ ચૈતન્યને પ્રણામ કરીને વિરમું છું. 5 步步
SR No.009197
Book TitleSamayik Bhav
Original Sutra AuthorN/A
AuthorRashmikant Shah
PublisherRashmikant Shah
Publication Year
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy