SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ૬ સામાયિક ભાવ આ સરળ રીતને આપણે પોતાના લાભ માટે દર કલાકે અજમાવી શકીએ, અજમાવવી જ જોઈએ. ચાર મિનિટ પૂરી થઈ જાય એટલે પાછું તમારે તમારું કામ ચાલુ કરી દેવાનું, પણ દર કલાકે બધું જ કામ બંધ કરીને માત્ર સાક્ષીભાવે જોયા કરવાની અને અંતર્મુખ થવાની આ દષ્ટિ તમારે કેળવવાની. બહુ જ વ્યસ્ત રહેતો (busiest) માણસ પણ આ તો સહેલાઈથી કરી શકે. આમાં તો કોઈ બહાનું ચાલી શકે એમ નથી. એટલે કાં તો તમે રોજ એક સામાયિક કરો અથવા આ રીતે દર કલાકે ચાર મિનિટ માત્ર દ્રષ્ટા, માત્ર સાક્ષી (witness) થઈને રહો. આત્મવિચાર’માં તમારી અંદર રહો. આ સોદો, આ contract આપણે આજે નક્કી કર્યો. ૪% સમય આ રીતે તમારે મને આપવાનો અને ૯૬% સમય તમારે તમારા પોતાના માટે રાખવાનો. કાલથી તમારે આ સોદાનો અમલ કરવાનો. આટલું તમે રોજ કરશો તો મારું અહીં સુધી આવવાનું લેખે લાગ્યું એમ હું સમજીશ. બરાબર ? હવે આપણે જે બધી ધર્મક્રિયાઓ કરીએ છીએ – પૂજા, પ્રાર્થના, સ્તવન, સામાયિક, પ્રતિક્રમણ – આ બધું જ આપણે કરીએ છીએ છતાં, આપણી કરેલી ક્રિયાનું ફળ આપણને કેમ મળતું નથી? મળે છે? નથી મળતું. આપણે જાણીએ છીએ કે “ધર્મીને ઘેર ધાડ અને અધર્મીને લીલા લહેર.” આવું જ થાય છે. આવું જ બધે જોવા મળે છે. આમ કેમ થાય છે
SR No.009197
Book TitleSamayik Bhav
Original Sutra AuthorN/A
AuthorRashmikant Shah
PublisherRashmikant Shah
Publication Year
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy