SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ સેતુ પણ એ જ કાચા પારાનાં ઔષધિય ગુણ તૈયાર કરવા તેની પર ચોક્કસ પ્રકારની પ્રક્રિયા કરી પક્વ કરવામાં આવે તો તે ઔષધિ રોગ નિવારણ કરે છે. અપક્વ પ્રેમભાવને પવિત્રતાના અગ્નિમાં ધીરજપૂર્વક પક્વ કર્યાથી વ્યક્તિમાં સેવાભાવ, સમતા, સહકાર, સ્નેહ વગેરે ગુણોરૂપે તે પ્રગટે છે. સદ્ભાવનાઓ વ્યક્તિને તેના મૂળ સ્ત્રોત તરફ જવાની શક્તિ આપે છે, એ શક્તિ મોહમાયા ઓછી કરવાને શક્તિમાન છે. તા. ૧૪ ઓગષ્ટ ૨૦૦૨ સત્સંગી : ઘણી વખત એવું બને છે કે સહનશક્તિ છિન્નભિન્ન થઈ જાય છે. સહન કરવું નકામું લાગે છે, અને .. બહેનશ્રી : ...અને મન સામું થાય છે. કહે છે “આ સહન કરવાની ભૂલ ફરી નથી કરવી. મારી તાકાત બતાવું...” બની શકે કે સહનશક્તિ તકલાદી હોય. અથવા એમ પણ બને કે જે બાબતે સહન કરાતું હોય તે બાબત તકલાદી કામચલાઉ હોય. સહન કર્યા કરવું સહેલું નથી. સહનશીલતાને આધાર જોઈએ છે. 69 મનમાં એમ હોય કે “હું સહન કરૂં છું" તો સામેથી અનુકૂળ પ્રતિભાવ મળશે, પણ બને તેનાથી ઉલટુ! અને સહન કરવું નકામું લાગે. ક્યારેક તો સાવ મૂર્ખાઈ લાગે. આમ બનવું સ્વાભાવિક છે. સાથે કામ કરવામાં પરસ્પર સહકાર અનિવાર્ય છે, પણ મનની શુદ્ધિ કરવાની ભાવના વ્યક્તિગત છે. વ્યક્તિની પોતાની અંતર સંવેદના છે કે “મારે મનના મેલ ધોવા છે. મારે સૌની સાથે પ્રેમપૂર્વક રહેવું છે.” બીજા તેમ ન પણ વિચારતાં હોય. ધસમસતા પાણીના પ્રવાહમાં સામે પૂરે તરવા જેવું કપરૂં લાગે છે સહન કરવું. જેને પ્રેમપૂર્વક રહેવું છે તેણે સ્વયં પર ધ્યાન આપી ધીરજ, શ્રદ્ધા અને વિવેકપૂર્વક પ્રયત્ન કરવાના રહે, એ પ્રયત્નમાં “હું સહન કરૂં છું" એ અહંને પણ તૂટવાનો વખત આવે. મનમાં કોઈ ભાવો રચાય છે. કોઈ ભાવો તૂટે છે. વળી નવી રચના થાય છે. તેને તૂટવાનો સમય આવે છે. ભાવોના સર્જન-વિસર્જનની પ્રક્રિયા અજાણતા ય ચાલું હોય છે. આશા-નિરાશા, સ્નેહ નફરત, અપેક્ષા-ઉપેક્ષા, ક્રોધ-ક્ષમા, અહંકાર-નમ્રતા, વગેરે બે વિરોધી ભાવોનું સર્જનવિસર્જન ચાલ્યા કરતું હોય છે. કોઈ વખત સહનશક્તિ છિન્નભિન્ન થાય છે તો ક્યારેક વિખરાયેલી સહનશક્તિ ફરી એકત્રિત પણ થાય છે. મનમાં આવા વિરોધી ભાવોની જોડીના-દ્વંદ્રના ખેલ ખેલાતા રહે છે. પણ,
SR No.009194
Book TitleAatmsetu
Original Sutra AuthorN/A
AuthorVeenaben Ravani
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy