SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મ સેતુ એ તણખાના ચમકારાના આદેશ અજવાસમાં, પલભર, પવિત્રતા તરફ જતો, થોડે સુધીનો માર્ગ દેખાઈ જાય, અને રસ્તા પર થોડા કદમ ચાલી શકાય! 68 આગિયો જોયો છે? આગિયો એક નાનકડુ પતંગિયુ છે. રાત્રે, અંધારામાં તે ઊડતું હોય ત્યારે તેના શરીરમાંથી થોડી થોડી વારે પ્રકાશનો ઝબકારો થાય છે. એ ઝબકારાના ઉજાસમાં તે ઊડે છે. આપણે આપણા અંતરમાં પવિત્રતાની સમજનો આછેરો ઝબકારો થઈ જાય તેના ઉજાસમાં પવિત્ર થતાં જઈએ. ઝબકારે ઝબકારે દેખાતાં પ્રેમપંથ પર ચાલવાનો પ્રયત્ન કરીએ. પ્રેમભાવનું પવિત્ર ઝરણું વ્યક્તિના અંતર તળમાં કલકલ નિનાદ કરતું વહી રહ્યું છે. અંતરના તળ સુધી જવા, અંતરના જળ તરફ તો જઈએ! તા. ૧૪ ઓગષ્ટ ૨૦૦૨ સત્સંગી : મોહમાયા છોડવાની શરૂઆત કેમ કરવી? બહેનશ્રી : નિઃસ્વાર્થ પ્રેમપૂર્વક રહેવાના પ્રયત્નમાં મોહમાયા પણ છૂટવાની શરૂઆત થઈ શકે. કર્દિક અપેક્ષા પૂરી નહીં થાય, ઉપેક્ષા મળશે. અપમાન પામી સન્માન આપવાનું બનશે. ઝેરના ઘૂંટડા ગળે ઉતારી, અમૃતના આચમન આપવાના થશે. ઇચ્છો કે ન ઇચ્છો, વિચારો કે ન વિચારો, એક સદગુણ પાછળ બીજા સદગુણો ચાલ્યા આવશે. કહેવાય છે કે ન એક જુઠ પાછળ સૌ જૂઠ ખેંચાઈ આવે છે તેમ એક સત પાછળ સત્ ચાલ્યા આવશે. આપણું લક્ષ, ગમે તે કારણસર ધર્મ અર્થો કંઈક છોડવા પ્રત્યે હોય છે. વળી એ છોડવાના બદલામાં કંઈક મેળવવાની આશા હોય છે. છોડવા માગીએ છીએ પણ છૂટતું નથી. છૂટ્યું એમ લાગે છે તો ક્યારેક બીજી રીતે પકડાયુ હોય છે. “છોડવા”ને જરા જુદી રીતે જોઈએ. “ખરાબ”માંથી સારૂ કરવાની ભાવના રાખીએ તો ખરાબ છૂટવાનું જ છે. અવળામાંથી કેમ સવળુ કરવું તે વિચારીએ. જીવન દરિયામાં એક હોડીમાં છળના અજગર સાથે મુસાફરી કરતાં કરતાં, તેની સાથે પણ પ્રેમથી રહેવાનો પ્રયત્ન કરીએ. નફરતના બારણે પ્રેમભક્તિની ધૂન જગાવીએ. વિચારસરણીમાં પોઝીટીવ એપ્રોચ અપનાવીએ. અપક્વ પ્રેમભાવને, પવિત્રતાના અગ્નિમાં ધીરજપૂર્વક પક્વ થવા દઈએ. ઔષધ તરીકે કાચા પારાનું સેવન કરવામાં આવે તો તે રોગરૂપે શરીરમાં ફૂટી નીકળે છે. અપક્વ પ્રેમ, વ્યક્તિના મનમાં લોભ, મોહ, ઇર્ષા, ઝગડાના રોગરૂપે ફૂટી નીકળે છે.
SR No.009194
Book TitleAatmsetu
Original Sutra AuthorN/A
AuthorVeenaben Ravani
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy