SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ એકેન્દ્રિય જીવોને ચાર પર્યાતિઓ હોય છે. આહા શરીર-ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ તેમાં ત્રણ પર્યાપ્તિઓ અપર્યાપ્તા જીવો પણ પૂર્ણ કરે છે. પણ ચોથી પર્યાપ્તિ પૂર્ણ નથી કરતાં માટે ચોથી પર્યાપ્તિ પૂર્ણ કરી પોતાનું ભોગવાતું જેટલું આયુષ્ય હોય ત્યાં સુધી એ શક્તિઓથી જીવે તે પર્યાપ્ત કહેવાય છે. બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરીન્દ્રિય અને અસન્ની પંચેન્દ્રિય જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય છે. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને ભાષા પર્યાપ્તિ તેમાં અપર્યાપ્તા જીવો ત્રણ પર્યાદ્ધિઓ અવશ્ય પૂર્ણ કરે છે. કેટલાક ચોથી પર્યાપ્તિ પણ પૂર્ણ કરે છે અને પાંચમી પર્યાપ્તિ અધુરી એ અવશ્ય મરણ પામે છે. જ્યારે પર્યાપ્તા. જીવો પાંચમી પર્યાપ્તિ પૂર્ણ કરીને પોતાનું આયુષ્ય જેટલું હોય ત્યાં સુધી એ શક્તિઓથી જીવન જીવે તે પર્યાપ્ત જીવો કહેવાય છે. સન્ની જીવોને છ પર્યાપ્તિઓ હોય છે. આહાર-શરીર-ઇન્દ્રિય-શ્વાસોચ્છવાસ-ભાષા અને મન પર્યાપ્તિ. તેમાંથી કેટલાક જીવો ચોથી પર્યાપ્તિ અધુરીએ કેટલાક પાંચમી પર્યાપ્તિ અધુરીએ અને કેટલાક છઠ્ઠી પર્યાપ્તિ અધુરીએ મરણ પામે છે. તે અપર્યાપ્તા જીવો કહેવાય છે. અને જે જીવો છઠ્ઠી પર્યાતિ પૂર્ણ કરીને પોતાનું જેટલું આયુષ્ય હોય ત્યાં સુધી શક્તિઓ પેદા કરી કરીને જીવે તે પર્યાપ્ત જીવો કહેવાય છે. એકેન્દ્રિય જીવોને કાયયોગ અને ભાવમન હોય. બેઇન્દ્રિયાદિ જીવોને કાયયોગ અને વચનયોગ હોય તથા ભાવમન હોય છે. પણ દ્રવ્યમન હોતું નથી જ્યારે સન્ની જીવોને કાયયોગ, વચનયોગ તથા દ્રવ્ય અને ભાવમન હોય છે. આઠમાં ગુણસ્થાનક સુધી બંધાય છે તેમાં પહેલા ગુણસ્થાનકે અપર્યાપ્ત નામકર્મની સાથે પરાવર્તમાન રૂપે બંધાય છે. ચૌદમાં ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે. પર્યાપ્ત નામકર્મનો ઉદય જીવોને સતત રહે તો અસંખ્યાત કાળ સુધી રહી શકે છે. માટે તે લબ્ધિ પર્યાપ્તા જીવો રૂપે કહેવાય છે. કારણ તેઓ મરીને વિગ્રહગતિને પ્રાપ્ત કરે તો પણ જેટલી પર્યાપ્તિઓ જોઇએ તે અવશ્ય પ્રાપ્ત કરવાના હોવાથી વિગ્રહગતિથી એ જીવો લબ્ધિ પર્યાપ્ત રૂપે ગણાય છે. પ્રત્યેક નામશર્મ જે જીવોને એક શરીરમાં એક જીવ રૂપે, બે જીવ રૂપે અથવા અસંખ્યાતા જીવો રૂપે શરીરની પ્રાપ્તિ. થાય તે સાધારણ નામકર્મ કહેવાય છે. જે જીવોને એક એક જીવને એક એક શરીરની પ્રાપ્તિ થવી તે પ્રત્યેક નામકર્મ કહેવાય છે. દરેક જીવોનું શરીર કોઇકાળે એક સરખું હોતું નથી. એણે જેવા પ્રકારનો રસ બાંધેલો હોય, જે પ્રકારનું પુણ્ય બાંધેલું હોય તેવા પ્રકારના શરીરની રચના પ્રાપ્ત થાય. કોઇનું લાંબું, કોઇનું ઠીંગણું, પાતળું, જાડું એ બધી. વિશેષતા શરીરમાં દેખાતી જાય છે. ઘણીવાર બધાના શરીરો એક સરખા લાગે પણ જેન શાસનની. દ્રષ્ટિથી-તત્વજ્ઞાનની દ્રષ્ટિથી વિચાર કરીએ તો ભિન્ન ભિન્ન શરીરો લાગે છે. મનુષ્યનું પ્રત્યેક નામકર્મવાળું શરીર કફ, પિત્ત અને વાતની કોથળીઓથી ભરેલું હોય છે. કોઇનામાં કફ વધારે તો કોઇનામાં વાયુ વધારે અને કોઇનામાં પિત્ત વધારે હોય છે. જો તેનું સમતુલન ન રહે અને ત્રણમાંથી કોઇનો વધારો થતો દેખાય તો તે સમતુલન કરવા માટે દવાની ગોળી ખાઇને સમતુલન કરે ત્યારે જીવન જીવી શકાય એ સમતુલન રાખવા માટે ક્યારે કયા પ્રકારનો આહાર લેવો જોઇએ. એ જ્ઞાનીભગવંતોએ કહેલું છે તે બહાર શોધવા જવાની. જરૂર નથી. આઠમા ગુણસ્થાનક સુધી બંધાય છે તેમાં પહેલા ગુણસ્થાનકે સાધારણ નામકર્મની સાથે પરાવર્તમાનરૂપે બંધાય છે અને તેરમાં ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે. ચૌદમે ઉદયમાં હોતું નથી. પુગલને આશ્રયીને જો ઉદય હોય તો તેરમાં ગુણસ્થાનક સુધી જ હોય છે. ચૌદમે હોતો નથી. અનતા જીવો વચ્ચે એક શરીરની પ્રાપ્તિ થવી તે સાધારણ શરીર કહેવાય છે. એટલે સાધારણ નામકર્મ કહેવાય છે. એ સાધારણ શરીરમાં જેટલા જીવો રહેલા હોય છે. તેમાંથી સમયે સમયે અનંતમાભાગ જેટલા જીવો ચ્યવન પામે છે એટલે મરણ પામે છે અને નવા ઉત્પન્ન થયા કરે છે. જે ચ્યવન પામે છે તે બધા. Page 56 of 64
SR No.009187
Book TitlePunya Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy