SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ બાર નામક્રમ બાદર એટલે સ્કૂલ. જે જીવોને શરીરની સ્યુલરૂપે પ્રાપ્તી થાય તે બાદર નામકર્મ કહેવાય. બાદર નામકર્મના ઉદયવાળા જગતમાં જેટલા જીવો હોય તે બધા દેખી શકાય એવો નિયમ નથી. કેટલાક બાદર જીવો એવા હોય છે કે જેઓનું શરીર સુક્ષ્મ જીવોની અપેક્ષાએ સ્થલ હોવા છતાં એક જીવના શરીરને જોઇ શકાતું નથી પણ અસંખ્યાતા જીવોનો કે અનંતા જીવોનો સમુદાય ભેગો થાય ત્યારે જ જોઇ શકાય છે તે બાદર નામકર્મના ઉદયવાળા જીવો કહેવાય છે. સૂક્ષ્મ શરીરો અસંખ્યાતા ભેગા થાય તો પણ જોઇ શકાતા નથી એવા સૂક્ષ્મ શરીરની અપેક્ષાએ આ બાદર શરીર સ્થલ હોવાથી પુણ્ય પ્રકૃતિ કહેવાય છે. આ આઠમાં ગુણસ્થાનક સુધી બંધાય છે. પહેલા ગુણસ્થાનકે સ્થાવરની સાથે અને સૂક્ષ્મની સાથે પ્રતિપક્ષી રૂપે બંધાય છે એટલે જ્યારે સૂક્ષ્મ બંધાય ત્યારે બાદર ન બંધાય જ્યારે બાદર બંધાય ત્યારે સૂક્ષ્મ ન બંધાય જ્યારે બીજા ગુણસ્થાનકથી આઠમા ગુણઠાણા સુધી બાદર નામકર્મજ બંધાય છે. ઉદય ચોદમાં. ગુણઠાણા સુધી હોય છે. - શરીરને જોઇને આપણે જેટલા આનંદ પામીએ છીએ એનાથી વિશેષ રીતે સૂક્ષ્મ નામકર્મનો બંધ કર્યા કરીએ છીએ. શરીરને જોઇને રાજીપો કરવો નહિ બાકી તો મારા પુણ્યના ઉદય મુજબ મને શરીર મળ્યું છે. નિરોગી કે રોગી જેવું છે તેવું એમાં રાગ કે દ્વેષ કરવો નહિ. આવા વિચારમાં વારંવાર રહેવાથી પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય છે અને તે બાદર નામકર્મ સારી રીતે બંધાય એવી જ રીતે બીજાના શરીરને જોઇને રાગ પેદા થાય તેનાથી પણ સૂક્ષ્મ નામકર્મ બંધાય માટે આ બીજી ચીજો જોવામાં પણ વિવેક જોઇએ. વિવેક પૂર્વક આનંદ થાય એ રીતે જોવાની છૂટ છે. પણ આવડવું જોઇએ માટે દરેક પદાર્થને જોવામાં વિવેક સાથે રાખવાનો છે અને એ વિવેક સાથે રાખીને અનુમોદના કરો તો પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય છે. વિવેકપૂર્વક બોલતા ન આવડે તો મૌન રહેવું સામાને ખરાબ લાગશે તેની ચિંતા કરવી નહિ. આવી ખોટી દયા કે ખોટી અનુમોદના કરવી નહિ. આજે લગભગ વ્યવહારમાં કોઇની. તપશ્ચર્યાની-ઉપધાન કર્યા હોય એમની જે કાંઇ અનુમોદના કરીએ છીએ તે કોરી જ કરીએ છીએ એમાં કોઇ વિવેક હોતો નથી. એ અનુમોદના જરૂર કરાય પણ સાથે કહેતા આવડવું જોઇએ કે આટલી ઉંમરમાં માસખમણ કેવું સુંદર કર્યું પણ જો એની સાથે રાત્રિ ભોજનનો સદંતર ત્યાગ કરી દે તો કેવું સારું અથવા આમ કરતાં કરતાં સંજ્ઞાઓ જો સંયમીત થાય તો કામ થઇ જાય. એ રીતે જરૂર અનુમોદના કરી શકાય. એને જ જ્ઞાનીઓએ સાચી અનુમોદના કહેલી છે. જો તમે કોરી અનુમોદના કરો અને પછી હોટલમાં જતો થાય. રાત્રિભોજન કરતો થાય તો એનું પાપ અનુમોદન કરનારાને લાગે કે નહિ ? એ વિચાર કરવા જેવો નથી ? આજે તો તપ કરવાના સમયે તપ કરી બીજા દિવસથી કે શક્તિ આવે કે તરત જ હોટલમાં જવાનું ચાલે છે. આમ કરવાથી કરનાર કરાવનાર બન્નેને મોટું નુક્શાન થાય છે. એમ જ્ઞાનીઓએ કહ્યું છે. જેના શાસન ક્ત ત્યાગ પ્રધાન જીવનને માનતું નથી. વૈરાગ્ય પૂર્વકના ત્યાગને વૈરાગ્ય પૂર્વકની આચાર શુધ્ધિને માને છે. માટે વૈરાગ્ય તો સૌથી પહેલા જ જોઇએ. વૈરાગ્ય વગરનો ત્યાગના વખાણ અનુમોદના કરવાનો નિષેધ છે. વેરાગ્ય પૂર્વક જ ત્યાગ કરવાનું કહેલું છે. વૈરાગ્ય પૂર્વક ત્યાગ કેમ વધે-કેમ ટકે તેનું લક્ષ્ય અંતરમાં રાખવાનું છે. કોઇક લીલોતરીનો ત્યાગ કરે કોઇક મીઠાઇનો ત્યાગ કરે પણ અંતરમાં જો વૈરાગ્ય ન હોય તો એના સિવાયની બીજી ચીજ ઉપર એટલે આઇટમ ઉપર તૂટી પડશે પણ જો વેરાગ્ય પૂર્વકનો ત્યાગ હશે તો આચાર શુધ્ધિનું લક્ષ્ય જરૂર રહેશે. માટે જ્ઞાનીઓએ કહ્યું કે ગુણસ્થાનકની પરિણતિને પામવા માટે વેરાગ્ય પૂર્વકનો જ ભાગ જોઇએ. રહેવું સામાને પSભા કરો તો પાર 1ોટી દયા છે Page 54 of 64
SR No.009187
Book TitlePunya Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy