SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ના અણગારના શાથી ? સંયમ લઇને નવ મહિનામાં એવો સુંદર અભ્યાસ કર્યો છે તથા સંયમ લેતાની. સાથે જ છઠ્ઠને પારણે છઠ્ઠ પારણે આયંબિલ, આયંબિલમાં પણ માંખી ન બેસે એવો આહાર લેવો એવો. અભિગ્રહ લઇને સંયમની સાધના કરતાં શરીરની અંદર રહેલા માંસ લોહીને એવા સુકવી નાંખ્યા છે કે જેના કારણે ઝાડના ઠુંઠા જેવું શરીર બનાવી દીધું છે. એ નવમાસમાં એકવીશ કલાક સ્વાધ્યાય કરી જંગલમાં રહી સર્વાર્થસિધ્ધ વિમાનનું આયુષ્ય બાંધીને સર્વાર્થસિધ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા છે. આ પહેલા સંઘયણના બળથી પોતાનો મોક્ષ ત્રીજે ભવે નિશ્ચિત કરી નાંખ્યો. એજ રીતે એજ ભગવાન મહાવીરના કાળમાં રાજગૃહી નગરમાં મમ્મણ શેઠ છે તે પણ પહેલા સંઘયણ વાળોજ છે અને એ બળદ નક્કર રત્નોના બનાવવાના મમત્વના કારણે-એની એકાગ્રતાથી એવા જોરદાર કર્મો ઉપાર્જન કર્યા કે મરીને સાતમી નારકીએ ગયો. રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજાને ત્યાં જેટલી રિદ્ધિ સિધ્ધિ હતી એનાથી અધિક રિધ્ધિ મમ્મણ શેઠ પાસે હતી પણ શું કામની ? સાતમીએ પહોંચાડવામાં સહાયભૂત થઇને ? અત્યારે આપણા સંઘયણ બળથી ચોથા દેવલોક સુધી જવાય અને નારકીમાં બીજી નારકી સુધી જવાય અને નિગોદમાં અનંતા ભવો જન્મ મરણ કર્યા કરીએ એવા અનુબંધ પાડી શકીએ એટલી શક્તિ આપણી પાસે છે ! અહીંથી નરકનું આયુષ્ય બંધાય તો બીજી નારકીનું ત્રણ સાગરોપમનું. પણ જો પાપ એકાગ્ર ચિત્તે કરવામાં આવે અને ત્રીજીથી સાતમી નારકીના કોઇપણ દુ:ખોને ભોગવવા લાયક કર્મો બાંધીએ તો અહીંથી નરકમાં ન જવાય પણ તિર્યંચનું આયુષ્ય બાંધીને ત્યાંથી છેક સાતમી નારકી સુધી જઇ શકાય છે. એટલે વાયા થઇને સાતમીએ જઇ શકાય. જંબુસ્વામીજી મોક્ષે ગયા એટલે પહેલું સંઘયણ વિચ્છેદ થયું અને વજ સ્વામીજી કાળધર્મ પામ્યા એટલે બાકીના ચાર સંઘયણો વિચ્છેદ પામ્યા છે માટે અત્યારે હાલ છેલ્લું સંઘયણજ આ પાંચમા આરામાં જન્મેલા જીવોને હોય છે. સમચતુર સંસ્થાના સંસ્થાન એટલે શરીરની આકૃતિ. શરીરની આકૃતિ એક સરખી જોવામાં આવે તો મનની પ્રસન્નતા સારી જળવાઇ રહે છે. જો શરીરની આકૃતિ બેડોળ હોય તો મનની સ્થિરતા પકડી શકાતી નથી. સંસ્થાનના છ ભેદો હોય છે તેમાં પહેલું સંસ્થાન પુણ્ય પ્રકૃતિ રૂપે હોય બાકીના પાંચ પાપપ્રકૃતિ રૂપે હોય છે. સમ = સરખા. ચતુરસ્ત્ર = ચારે બાજુનો ભાગ એક સરખો હોય તેવી જીવના શરીરની આકૃતિ તેને સમચતુરસ્ત્ર સંસ્થાન કહેવાય છે. એ પ્રકૃતિમાં દોરાવાર પણ ફાર હોય તો ન ચાલે. દેવતાઓની આકૃતિ હંમેશા આવી જ હોય છે. ભગવાનના મંદિરમાં પદ્માસને રહેલી મૂર્તિઓની આકૃતિ આ રૂપે જ રખાય છે. એમાં એક દોરાવાર જેટલો ફ્રક્ષર હોય તો તે મૂર્તિઓ આપણે રાખતા નથી કારણકે આવી સમચતુરસ્ત્ર આકતિવાળી મૂર્તિઓને જોતાં જોતાં જો મન સ્થિર થતું જાય-એકાગ્ર બનતું જાય તો તેની એકાગ્રતાની તાકાત છે કે હાલના કાળમાં અશુભ કર્મો ક્ષર રૂપે થઇને શુભરૂપે થઇ જાય અને અશુભ કર્મનો રસ ઓછો બંધાય-શુભ કર્મોનો તીવ્ર રસ બંધાય અને જો સારો કાલ હોય તો આગળ મનની ધારા વધતાં વધતાં જીવ પોતાના આત્માનાં કર્મોનો ભૂક્કો બોલાવીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ પણ કરી શકે છે. સમચતુરસ્ત્ર એટલે પદમાસને રહેલાની આકૃતિમાં બે ઢીંચણનું જેટલું માપ થાય એટલું જ માપ ડાબા ઢીંચણથી જમણા ખભાનું થવું જોઇએ. જમણાં ઢીંચણથી ડાબા ખભાનું માપ એટલું જ થવું જોઇએ અને લલાટના ભાગમાંથી પલાઠીનો વચલો જે ભાગ તે પણ એટલોજ થવો જોઇએ. આ ચારે ભાગ એક સરખા થાય તે સમચતુરસ્ત્રા સંસ્થાન કહેવાય છે. આનો બંધ ૧ થી ૮/૬ ભાગ સુધી હોય. ઉદય તેરમાં ગુણસ્થાનક સુધી હોય છે. સ્વયંભૂરમણ સમુદ્ર જે અસંખ્યાતા કોટાકોટી યોજનનો છે તેમાં આ આકૃતિવાળા અસંખ્યાતા. Page 40 of 64
SR No.009187
Book TitlePunya Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy