SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ઔદારીક-વૈક્રીય અને આહારક આ ત્રણ શરીરને વિષે અંગોપાંગ હોય છે. શરીરની સાથે અંગ અને ઉપાંગ રહેવા તે અંગોપાંગ નામકર્મ કહેવાય છે. અંગ - ઉપાંગ અને અંગોપાંગ એ ત્રણ શબ્દોથી અંગોપાંગ નામકર્મ થાય છે. તેમાં અંગ આઠ હોય છે. બે હાથ, બે પગ, છાતી, પેટ, પીઠ અને મસ્તક. જેવા પ્રકારે પુણ્ય બાંધ્યું હોય તેવા પ્રકારના રસના ઉદયથી અંગની પ્રાપ્તિ થઇ શકે છે. લક્ષણ યુક્ત કે લક્ષણ રહિત અંગની પ્રાપ્તિ પુણ્યથી થાય છે. જન્મતાની સાથે જ કેટલાક જીવોને હાથ નથી હોતા, એક હાથ હોય તો બીજો ન હોય, બે હાથ હોય તો એક લાંબો અને ટુંકો હોય. એજ રીતે પગમાં પણ કેટલાકને પગ નથી હોતો, હોય તો બે સરખા ન હોય એક લાંબો હોય તો બીજો ટુંકો હોય, એવી રીતે આંખમાં પણ, નાકમાં પણ, કાનમાં પણ, એ પ્રમાણે હોઇ શકે છે. એ જેવા પ્રકારના અંગોપાંગ નામકર્મનો રસ બાંધેલો હોય તેવા પ્રકારના રસના ઉદયના કારણે અંગો મલે છે. ઉપાંગ એટલે અંગ સિવાયના જે ઉપાંગ એટલે હાથની આંગળીઓ, પગની આંગળીઓ વગેરે જે પ્રાપ્ત થાય તેને ઉપાંગ કહેવાય છે. હાથ, પગમાં જે રેખાઓ હોય છે તે અંગોપાંગ કહેવાય છે. કેટલાકને રેખાઓય હોતી નથી. એ ખામી ગણાય છે. બત્રીશ લક્ષણો પુત્ર જે કહેવાય છે તે આ અંગોપાંગના લક્ષણ ઉપરથી કહેવાય છે. દેવતાઓને પણ આ અંગો લક્ષણો પેત હોય છે. નારકીઓને આ અંગો વગેરે લક્ષણથી સર્વથા રહિત હોય છે. મનુષ્ય અને તિર્યંચને વિષે એ અંગોપાંગની વિચિત્રતા જોવા મલે છે. તે અંગોપાંગ નામકર્મના કારણે. પૂર્વભવોમાં કોઇ કોઇ જીવોનાં અંગોનું છેદન ભેદન કર્યું હોય, કોઇને અંગોપાંગથી રહિત કરેલો હોય, કોઇનો હાથ તોડી નાખ્યો હોય, પગ ભાંગી નાંખ્યો હોય, આંખ ફાડી નાંખી હોય, કાન તોડી નાખ્યો હોય તો તેના ઉદયથી જીવોને અંગોપાંગ મલે નહિ એની જગ્યાએ ખાલી બાકોરા રહેલા હોય એવું શરીર પણ પ્રાપ્ત થઇ શકે છે. શ્રી ગૌતમ મહારાજા ગોચરી લઇને ભગવાન પાસે પાછા આવતા હતા ત્યારે રસ્તામાં કોઇ માણસને ગંદવાડમાંથી કાદવ કાઢી દાણા વીણતો જોયો અને તે દાણા ખાતો જોયો એટલે ગૌતમ મહારાજાને થાય છે કે અરેરે દુનિયામાં આના જેવો દુ:ખી બીજો કોઇ નહિ હોય ! એમ વિચારી ભગવાન પાસે આવી પૂછે છે કે ભગવન્ મેં રસ્તામાં જે દુઃખી માણસ જોયો એના સિવાય બીજો કોઇ દુઃખી નથી ને ? ભગવાને કહ્યું કે તેં જે જોયો તે તો કાંઇ દુઃખી નથી આના કરતાં વધારે દુઃખી રાજાને ત્યાં જે પુત્ર છે તે છે. મૃગાપુત્ર લોઢીયો એનું નામ છે. ગૌતમ મહારાજા આજ્ઞા લઇને તે દુઃખીને જોવા માટે આવે છે. ધર્મલાભ કહી રાજાને ત્યાં પ્રવેશ કર્યો. રાણી કહે છ કે- પધારો. ગૌતમ મહારાજા પૂછે છે કે- તમારે દોકરા કેટલા છે ? આ રહ્યા. તો કહે એ નહિ. એ સિવાય બીજો કોઇ છે ? તો કહે હા ભોંયરામાં છે. એ જોવા લાયક નથી. તો મારે એને જોવો છે. તો ઉભા રહો. તેણે ભોજન માટે ખીર ખવડાવવા માટે જાઉં છું મારી સાથે પધારો પણ મોઢું બાંધીને પધારશો. શ્રી ગૌતમ મહારાજા જાય છે. અને ભોંયરાના ઝાંપામાં તાળુ મારીને પુરી રાખે છે તે ઝાંપો ખોલ્યો અંદર બાકોરા વાળો માંસના લોચા જેવો ગોળ પીંડ રહેલો છે. ચીસો પાડે છે, અવાજ કાઢ્યા કરે છે, ખીર નાંખે છે અને અવાજ વધે છે અને શરીરમાંથી ગંધાતી દુર્ગંધ મારતી રસી બહાર નીકળે છે. ગૌતમ મહારાજા કહે છે કે અહાહા નરક જેવી વેદના વેઠે છે. ભગવાનને આવીને પૂછે છે ભગવન્ કેટલા વખત ભોગવશે, એટલે કેટલા વર્ષ સુધી જીવશે અને મરીને ક્યાં જશે ? ભગવાને કહ્યું- અહીં છવ્વીશ વર્ષ સુધીનું આયુષ્ય ભોગવીને પહેલી નરકમાં જશે ત્યાંથી સંસારમાં ઘણોકાળ પરિભ્રમણ કરશે. શાથી ? પૂર્વભવમાં ઘણાં જીવોનાં અંગોપાંગનું છેદન કરેલ છે. તે કર્મના ઉદયથી દુઃખ ભોગવે છે. વિચારો ચોથા આરામાં જન્મ, ભગવાન જ્યાં વિચરે એ ક્ષેત્ર, રાજાને ત્યાં જન્મ છતાં ભગવાન પણ તેના દુઃખને દૂર કરી શકતા નથી. કારણ ? નિકાચીત કર્મ બાંધીને આવેલો છે. માટે જ્ઞાનીઓ કહે છે. તીર્થંકર પરમાત્માઓના Page 37 of 64
SR No.009187
Book TitlePunya Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy