SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ એટલી હોતી નથી કારણ મૂઢમાર નથી તે શરીરને તો તેના ગમે તેટલા ટુકડા કરો તો તે ટુકડા થતાં હોય ત્યાં સુધીની વેદના પછી લાંબા કાળ સુધીની નહીં. દા.ત. નારકીના વક્રીય શરીરને વિષે હાડકા ના હોવાથી લાંબાકાળ સુધી વેદના ટકી શકતી નથી. નવી નવી વેદનાઓ વારંવાર પેદા થયા કરે અને શાંત થતી જાય. એકેન્દ્રિય જીવોનાં શરીરને ગમે ત્યાં ફ્લો તે પડે ત્યાં સુધીની જ વેદના પછી લાંબા કાળની વેદના હોતી નથી માટે જેના શરીરમાં હાડકાં હોય તેને વેદના વિશેષ થવાની. આનો અર્થ એ નથી કે નારકીના જીવોને વેદના નથી પણ એ પછડાય, કુટાય તેના શરીરના ટુકડા થાય ત્યાં સુધી એ જીવોને પણ વેદના ચાલુ જ છે. માત્ર હાડકા દુ:ખે હાડકા ભાંગે ઇત્યાદિ એમના શરીરમાં એવી કોઇ વિકૃતિ હોતી નથી. માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે મોક્ષ મેળવવા માટે-કર્મનો નાશ કરવા માટે જે પ્રકારની એકાગ્રતા જોઇએ તે દારિક શરીર સિવાય બીજા શરીરમાં પેદા થઇ શકતી નથી. સાતમી નારકીમાં પણ એજ શરીર જીવને લઇ જાય. પાંચ પ્રકારના શરીરને પુય પ્રકૃતિ કહેલી છે. ઓદારિક શરીર પુણ્ય પ્રકૃતિ શાથી ? આમ જોવા જઇએ તો ઓદારીક શરીર ભયંકર દુર્ગધવાનું છે. શરીરની ઉપરની ચામડી કાઢી નાંખવામાં આવે તો જોવુંય ગમે નહિ એવું છે એટલા દુર્ગધવાળા પદાર્થો ભરેલા છે છતાં પણ એનો ઉપયોગ કરતાં આવડે તો મોક્ષ પ્રાપ્તિમાં એ ઉપયોગી થઇ શકે છે. જેના શરીરનો બાંધો મજબૂત તેનું મન વધારે સ્થિર હોય છે તેનામાં એકાગ્રતા પણ જલ્દી પ્રાપ્ત થઇ શકે છે. હાડકાની નબળાઇ વધારે હોય તે મનથી ચંચળ વધારે હોય છે. ઓદારીક શરીર સિવાયના. શરીરોમાં તાકાત નથી કે કર્મોનો નાશ કરી શકે. વિશેષ રીતે જીવે કર્મો જે એકઠાં કર્યા છે તે ઓદારિક શરીરથી પ્રાપ્ત કર્યા છે માટે તેનાથી જ નાશ કરી શકાય છે. કારણકે જીવોને વક્રીય શરીર જેટલા કાળા સુધી ટકે છે તેના કરતાં ઓદારિક શરીર વિશેષ કાળ સુધી ટકે છે અને તેના મમત્વના કારણે કર્મો વિશેષ રીતે એકઠાં કર્યા હોય છે. માટે એ ઓદારીક શરીર જે એનો ઉપયોગ કરતાં આવડે તો જીવ સિદ્ધિગતિને પામી શકે છે અને ઉપયોગ કરતાં ન આવડે તો ઠેઠ નીચામાં નીચા સ્થાને સાતમી નારકીમાં પણ એજ લઇ જઇ શકે છે. આ શરીર દેવતા અને નારકીના જીવો ૧ થી ૪ ગુણસ્થાનક સુધી બાંધ્યા કરે છે. મનુષ્ય અને તિર્યંચો પહેલા અને બીજા ગુણસ્થાનકે તિર્યંચગતિ અને મનુષ્ય ગતિની સાથે બાંધ્યા કરે છે. આ શરીરનો ઉદય ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી હોય છે. વૈદીય શરીર જગતમાં રહેલા વૈક્રીય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને વક્રીય રૂપે પરિણાવેલું જે શરીર હોય તે વક્રીય શરીર કહેવાય છે. આ શરીરમાં હાડકા, માંસ, લોહી, નસ વગેરે કાંઇ હોતું નથી. દેવતાઓ અને નારકીઓ આ વક્રીય શરીરને એક કરી શકે, અનેક કરી શકે, દ્રશ્ય કરી શકે, અદ્રશ્ય બનાવી શકે, જમીન ઉપર ચાલતું કરી શકે, આકાશમાં ચાલતું કરી શકે, પાણી ઉપર ચાલતું કરી શકે, નાનું પણ કરી શકે, મોટું પણ કરી શકે. આથી વિવિધ પ્રકારના શરીરોને પ્રાપ્ત કરી શકે છે માટે વૈક્રીય શરીર કહેવાય છે. નારકીના જીવોને પોતાના કર્મના ઉધ્યથી જે ખરાબ શરીર મળેલું હોય તેને તેનાથી સારું બનાવવા અનેકવાર પ્રયત્નો કરે છતાં પણ ખરાબને ખરાબ જ શરીર બનતું જાય છે. એ નારકીના શરીરના ટુડે ટુકડા કરેલા હોય છતાં પારાની જેમ તરત જ ભેગું થઇ જાય. એ ટુકડાઓમાં આત્મપ્રદેશો રહેલા હોય છે માટે વેદના થાય પણ કળ વળે કે તરત જ દોડવા માંડે. આથી વેદના એ જીવોને એટલા પૂરતી હોય છે. જગતને વિષે વક્રીય શરીરવાળા મનુષ્યો હંમેશા હયાત હોય છે. કોઇ કાળે એનો વિરહકાળ હોતો નથી. એ વિક્રીય શરીરમાં આપણા શરીરની જેમ અશુચિ પદાર્થો હોતા નથી. રાવણના કાળમાં વાલી રાજા હતા. Page 34 of 64
SR No.009187
Book TitlePunya Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy