SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ આયુષ્ય હોય એટલા આયુષ્યવાળા દેવોમાં કે એથી ઓછા આયુષ્યવાળા દેવોમાં નિયમા ઉત્પન્ન થાય છે. આ જીવોને જીવનમાં તપ વગેરે કરવાનો ન હોવાથી અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન પેદા થઇ શકતું નથી. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની પંચેન્દ્રિય, તિર્યંચોને ચોથે અને પાંચમે ગુણસ્થાનકે અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે અને પહેલા ગુણસ્થાનકે વિભંગ જ્ઞાન પણ પ્રાપ્ત થઇ શકે છે. આ જીવો દેશવિરતિને પામે અથવા સમ્યકત્વ પામે છે તે જાતિસ્મરણ જ્ઞાનથી અથવા મહાત્માના સહવાસથી અથવા તીર્થંકર પરમાત્માઓની દેશના સાંભળવાથી પ્રાપ્ત કરી શકે છે. આવા જીવો મરણ પામીને નિયમાં દેવલોકમાં જાય છે. દેવલોકના દેવોની સંખ્યા આવા તિર્યંચો જ પૂર્ણ કરે છે. કારણ દુનિયામાં મનુષ્યો સંખ્યાતા જ હોય છે તેમાંથી દેવલોક જનારા ઓછા હોય છે અને જાય તો સંખ્યાતા જ જાય છે. જ્યારે આવા તિર્યંચો હંમેશા અસંખ્યાતા હોય છે અને દેવોની સંખ્યા પણ અસંખ્યાતી હોય છે. આથી આ જીવો મરીને દેવોની સંખ્યા પૂર્ણ કરે છે. ઉપવાસનું પચ્ચકખાણ કરીએ તેમાં તપનો આનંદ કેટલો પેદા થાય ? હાશ ! ખાવા, પીવાના પદાર્થોથી છૂટ્યો અને ઉપવાસના પારણે પારણાનો આનંદ કેટલો થાય ? જો પારણાનો આનંદ વધે તો સમજવું ઉપવાસ કાયકલેશ રૂપે કહવાય અને જો ખાવા, પીવાના પદાર્થોથી છૂટ્યો એમ વિચારી અણાહારીપણાનો આનંદ હોય તો તે ઉપવાસ કર્મને તપાવનાર છે એમ કહેવાય ! આવી રીતે એક સામાયિક રોજ કરે તેમાં બે ઘડી સિવાયના બાકીના ટાઇમમાં બે ઘડીના સ્વાદના આનંદથી મમત્વ ભાવ ઘટે એવું બને ને ? જો એ ન બને અટલે મમતા ઘટે એમ ન બને તો એ સામાયિક સમતાના ઘરનું ન હોય. સમતા લાવવા માટેનું પણ એ સામાયિક ન ગણાય. સામાયિકમાં જેટલી કાયાની સ્થિરતા અધિક તેટલી. એકાગ્રતા વધારે પ્રાપ્ત થતી જાય. મનુષ્ય આયુષ્ય જે મનુષ્યગતિને વિષે જીવને ઉત્પન્ન કર્યા પછી ભોગકાળ જેટલો બાકી હોય ત્યાંસુધી આયુષ્ય ચાલુ રહે તે મનુષ્યાયુષ્ય કહેવાય. જેવા જેવા પરિણામથી મનુષ્યાયુષ્ય બાંધતા જેવાં જેવાં કર્મો બાંધ્યા હોય તેવાં તેવા કર્મો ઉદયમાં આવતાં તેવા પ્રકારનાં કષ્ટો આવતાં જાય એ કષ્ટ વેઠવામાં સમાધિ ન રહે અને મરવાની ઇચ્છા કરે, પ્રયત્ન કરે છતાં મરી શકે નહિ. આયુષ્ય જેટલું હોય એટલું ભોગવેજ છૂટકો જો કદાચ દુ:ખોથી કંટાળીને આપઘાત કરે અને ન મરે તો અશાતા વેદનીયના ઉધ્યથી કષ્ટ વધી પણ જાય એટલે અર્થ એ થયો કે આયુષ્ય પૂર્ણ કર્યા વગર મરી શકાતું નથી. જ્ઞાની ભગવંતો કહે છે કે એકવાર કરવાની ઇચ્છા કરે તો દશ ભવ વધે બીજીવાર ઇચ્છા કરે તો દશ X દશ = સો ભવ વધે એમ જેટલી વાર ઇરછાઓ કરે એટલી વાર ગુણાકાર રૂપે ભવો વધતાં જાય છે. એક ભવમાં આપઘાત કરે તો મોટે ભાગે બીજા ભવોમાં આપઘાત કરીને મરવાનું બન્યા કરે. જો આપઘાત કરતાં ગમે તેટલું કષ્ટ આવે પણ જે વિચારથી આપઘાત કર્યો હોય તે વિચારની સ્થિરતાને જાળવી રાખે અને તે વખતે આયુષ્ય બંધાય તો નિયમા દેવલોકનું આયુષ્ય બાંધે. જો વિચાર બદલાઇ જાય તો દેવલોક મનુષ્યલોક સિવાય ગમે તેવું આયુષ્ય બાંધી શકે છે. મનુષ્યમાંથી મરીને મોટે ભાગે એકેન્દ્રિયપણામાં વધારે જવાય. માટે મળેલી અનુકૂળ સામગ્રીમાં સાવચેતી રાખીને જીવન જીવવાનું છે તો. મનુષ્યાયુષ્ય સફળ થાય. દેવાયુષ્ય દેવગતિને વિષે ઉત્પન્ન થયા પછી પોતાને દેવગતિમાં જે સામગ્રી મલી હોય એને ભોગવવા માટેનું જેટલા કાળ માટેનું જે આયુષ્ય મલે તે દેવાયુષ્ય કહેવાય છે. દેવલોકમાં ઉત્પન્ન થયા પછી મળેલી બધી Page 31 of 64
SR No.009187
Book TitlePunya Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy