SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીશ કલાકમાં એના રાગાદિના વિચારો એ પાપનો અનુબંધ પેદા કરાવનારા વિચારો કહેવાય આ શરીરાદિ ત્રણ ભેદને વિષે વિચારો કરી કરીને જીવ પાતાના આત્મા ઉપર પાપનો અનુબંધ પાડીને પોતાનો સંસાર વધારતો જાય છે. છે. એકેન્દ્રિયાદિ જીવો પણ સુખ મેળવવાની આશાના વિચારો કરી કરીને પાપનો અનુબંધ કરતાં જાય છે અને એનાથી જ અસંખ્યાતા જન્મ-મરણની અથવા અનંતા જન્મ મરણની પરંપરા વધારતા જાય છે. મૂળ વાત એ છે કે શરીરાદિ ત્રણના સુખાકારીના વિચારો અને પ્રતિકૂળતા દૂર કરવાના વિચારો એ અશુભ વિચારો કહેલા છે માટે રાગ, દ્વેષ રહિતપણાની વિચારણા કેટલો સમય ચાલે છે ? ક્રોધાદિ કષાયો પેદા કરવામાં, કરવા લાયક બતાવવામાં આ શરીરાદિ ત્રણ ચીજો જ છે એમ લાગે છે ? કારણ એ ક્રોધાદિ કષાયો એને માટે કરીને આત્માને નુક્શાન થાય છે માટે એ પણ અશુભ વિચારો છે. કદાચ કોઇનું કામ આજે કરવાનો વિચાર આવે અને સાથે થાય કે આનું કામ કરીશ તો ભવિષ્યમાં એ મને ઉપયોગી થશે. મારૂં પણ કામ કરશે એમ વિચારણા કરીને તેનું કામ કરવું, સહાય કરવી એ પણ સ્વાર્થ વૃત્તિ છે અને અ પણ અશુભ વિચારો કહેવાય છે. એનાથી પણ પાપનો અનુબંધ થાય છે. ખરેખર તો શક્તિ હોય તો સ્વાર્થ વગર બીજાને સહાય કરવી જ જોઇએ. એ વિચારોને શુભ વિચારો કહ્યા છે. બીલકુલ બીજાને મદદ ન કરે તેને તો પાપાનુબંધી પાપ બંધાય છે. સ્વાર્થ સહિત મદદ કરવામાં પાપાનુબંધિ પુણ્ય બધાય છે માટે જ જ્ઞાનીઓ સ્વાર્થ રહિત અને રાગ ઓછામાં ઓછો થતો જાય તે રીતે અન્યને મદદ કરવાનું કહે છે. રાગાદિ પરિણામ દૂર કરવા માટે તેના પ્રત્યે ક્રોધાદિ કષાય કરીને તે દૂર ન થાય તો પશ્ચાતાપ કરતો થાય તો પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. માનવસેવા એ પ્રભુસેવા કહે છે. એ સ્થુલદ્રષ્ટિની વિચારણા કહી છે. જૈનશાસન તો કહે છે કે એ માનવ સેવા કરતાં કરતાં પોતાનો માન કષાય પોષાય તો તેવાઓને પણ પાપાનુબંધિ પુણ્ય બંધાય છે. એ પુણ્યથી જેમ લાભ થતો જાય તેમ લોભ વધતો જાય છે. પ્રકરણાદિ ગ્રંથો પંડિતો જે શીખવાડે છે તેમાં પંડિતો ઉંચું દ્રવ્ય લે તેમાં પાપાનુબંધી પુણ્ય બંધાય. સાધુ સાધ્વીને ભણાવવા માટે પંડિતોને શ્રાવકો ખર્ચ આપે તો તે આપનારને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. પંડિતો પણ આજીવીકા માટે મારે આ ખર્ચ લેવો પડે છે માટે જેટલો જરૂર હોય એટલોજ લે તો તેમાં ખુબ ઓછું પાપ બંધાય. પુણ્યાનુબંધી પુણ્ય તેવા વિચારોથી વધારે બાંધતો જાય છે. પંડિતો સાધુ સાધ્વીને ભણાવતાં ભણી ગણીને તૈયાર થશે તે અનેક જીવોને જ્ઞાન આપીને સંસાર સાગરથી તારશે એનો લાભ મને જરૂર મલશે એમ માનીને ભણાવે તો પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય છે. જ્ઞાની ભગવંતોએ જ્ઞાન દાનનો લાભ ઘણો બતાવ્યો છે. સાધર્મિકને જમાડવાના લાભ કરતાં આ જ્ઞાન દાનના લાભને અનંત ગુણો અધિક લાભ કહેલો છે કારણકે જ્ઞાનદાનની પરંપરા ચાલુ જ રહે છે માટે અભયદાન કરતાં પણ જ્ઞાનદાનનો લાભ વધી જાય છે. કારણકે અભયદાન આ ભવ પુરતું જ છે જ્યારે જ્ઞાનભવો ભવ સુધી સાથે રહી શકે છે. આથી દીકરા માટે પણ આજીવિકાના લક્ષ્ય વગર મારે ત્યાં આવેલો આત્મા સાચું ખોટું સમજીને સાચાનું આચરણ કરતો થાય અને ખોટાનો ત્યાગ કરી પોતાના આત્માનું કલ્યાણ સાધતો જાય અને સદ્ગતિને પામે એવું લક્ષ્ય રાખીને દીકરાઓને સાચવે, ભણાવે તો પુણ્યાનુબંધી પુણ્ય બંધાય આજે લગભગ દીકરાને મોટો કરવામાં આ રીતનું લક્ષ્ય રહેતું નથી માટે તકલીફ વેઠે ભણાવે અને પાપાનુબંધિ પુણ્ય ઉપાર્જન કરે છે આથી જ જ્ઞાની ભગવંતોએ ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહિ એમ કહ્યું છે. “સમય ગોયમમા પમાયએ ” હે ગૌતમ એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહિ. ગૌતમ સ્વામી મહારાજા તો ચાર જ્ઞાનના ધણી હતાં Page 24 of 64
SR No.009187
Book TitlePunya Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy