SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય ભગવંતે પાંચ આગેવાન શ્રાવકોને બોલાવી કહ્યું કે, રાજા આમ માનતા નથી, માટે તેને મનાવવા અને સાધ્વીજી મહારાજનાં શીલનું રક્ષણ કરવા માટે હવે મારી શક્તિ છતાં તેનો ઉપયોગ ન કરું અને સાધ્વીજીને ન છોડાવું તો અત્યાર સુધી ભગવાનના શાસનમાં જેટલા નિન્દવો થઇ ગયા તેઓએ જેટલું પાપ ઉપાર્જન કર્યું તે સઘળું પાપ મને લાગે એવો વિચાર કરી આ ગુસ્સો ઉદયમાં લાવીને શ્રાવકોને કહ્યું કે હવે હું ગાંડો થાઉં છું, કપડા કાઢીને ગામમાં ત્રણ દિવસ રખડીશ, અને પછી ગામ છોડીને ભાગી જઇશ, અને બીજા દેશમાં ચાલી જઇશ તે જાણશો. એમ કહી કપડા કાઢી ગામમાં તાં તાં બોલે છે કે અરાજકમ્ જગત્ ! જગતમાં કોઇ રાજા રહ્યો નથી એમ ત્રણ દિવસ ગામમાં ફ્રી ગામ છોડી બીજા દેશમાં ચાલ્યા ગયા. ત્યાં રાજાને પ્રતિબોધ કરીને રાજાની સાથે તેને લઇને યુધ્ધ કરવા માટે ઘોડા ઉપર બેસીને ખુલ્લી તલવાર સાથે મેદાનમાં આવ્યા. ત્યાં રાજાની સામે ઘોડો લઇ જઇ ઘોડા ઉપરથી રાજાને નીચે પાડી તેની છાતી ઉપર ચઢીને રાજાને કહ્યું કે, બોલ મને ઓળખે છે ? હું કોણ છું ? સાધ્વીજીને છોડી દે તો જીવતો છોડું નહિંતર આ તલવારથી તારા મસ્તકનો છેદ કરી નાખીશ ! રાજા ઓળખી ગયો, માફી માગી. સાધ્વીજીને છોડી દીધી ! જો આ વખતે ગુસ્સામાં અને ગુસ્સામાં ઉપયોગ ન રહ્યો હોત અને તલવારથી મસ્તકનો છેદ કરી નાંખ્યો હોત તો પહેલું ગુણસ્થાનક પ્રાપ્ત થઇ જાત અને અનંતાનુબંધિ અનંતાનુબંધિ કષાય ઉદયમાં આવી જાત. પણ ઉપયોગ બરોબર રાખીને શીલ રક્ષા માટે કષાય કરેલો હોવાથી આ પ્રશસ્ત કષાયના કારણે રાજાને તરત જ છોડી દીધો. આ સજ્વલન અનંતાનુબંધિ કષાય કહેવાય છે. આવી જ રીતે વિષ્ણુકુમાર મુનિએ સાધુ સંસ્થાના રક્ષણ માટે સંજ્વલન અનંતાનુબંધિ કષાય કરેલ હતો. તે આ રીતે વિષ્ણુકુમાર મુનિના ભાઇ રાજા હતા. તેના દેશમાં સાધુભગવંતો વિચરતા હતા. તે રાજાનો મંત્રી. હતો તે સાધુઓનો દ્વેષી હતો તે મત્રીએ રાજાને વિશ્વાસમાં લઇ સાત દિવસ રાજ્ય પોતે મેળવી રાજા થયો. છે. તે નમુચિ રાજાએ સાધુઓને હુકમ કર્યો કે મારા રાજ્યમાંથી વિહાર કરી ચાલતાં થઇ જાવ, સાત દિવસમાં મારા દેશની હદ પૂર્ણ કરો તે વખતે આ રાજા છ ખંડના માલિક છે. સાત દિવસમાં શી રીતે મહાત્માઓ જઇ શકે ? અને છ ખંડ છોડી મહાત્મા ક્યાં રહે ? આ રીતે મહાત્માઓએ રાજા પાસે જઇ વાત કરી, વિનંતી કરી પણ તે માનવા તૈયાર નથી. આથી આચાર્ય ભગવંતે મકાનમાં આવી સાધુઓને ભેગા કરી કહ્યું કે કોઇ મહાત્માની પાસે શક્તિ છે, વિધા છે તો વિષ્ણુકુમાર મુનિને બોલાવી લાવવાના છે. કારણ કે તેમના વગર કામ થશે નહિ ! ત્યારે એક મહાત્માએ કહ્યું, કે મારી પાસે તે જ્યાં છે ત્યાં પહોંચવાની શક્તિ રૂપે વિધા છે, પણ પાછા આવવાની નથી ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, હમણાં જ જલ્દી ત્યાં પહોંચો નહિંતર પછી ધ્યાનમાં બેસી જશે તો આવશે નહિ. એ આજ્ઞા લઇ તે મહાત્મા આકાશ ગામિની વિધાથી વિષ્ણુકુમાર મુનિ પાસે પહોંચ્યા, મહાત્માએ કહ્યું કે ગુરૂ મહારાજે મોકલ્યો છે અને આપને પાછા લઇ જવા એટલે ત્યાં બોલાવ્યા છે. વિષ્ણુકુમાર તહત્તિ કહી મહાત્માને ખભા ઉપર બેસાડી ત્યાં લઇને આવ્યા. ગુરૂ ભગવંતને વંદન કર્યું. પછી પૂછે છે સેવકને કેમ યાદ કર્યો ? આચાર્ય ભગવંતે બધી વાત જણાવી ત્યારે વિષ્ણુકુમાર મુનિ કહે છે હું જાઉં છું, સમજાવું છું, પોતે રાજસભામાં જઇ નમુચિ રાજાને સમજાવે છે. ભાઇને પણ બોલાવીને સમજાવે છે, છેલ્લે હું રાજાનો ભાઇ છું તો મને થોડી વધારે રહેવા માટે જગ્યા આપ એમ જણાવ્યું. ત્યારે નમુચિએ કહ્યું કે તમોન ત્રણ પગલા જગ્યા રહેવા માટે આપીશ ત્યારે વિષ્ણુકુમાર મુનિએ કહ્યું કે હાલ ચોમાસુ શરૂ થાય છે સાત દિવસમાં છ ખંડનું રાજ છોડી ક્યાં જઇએ ? Page 63 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy