SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ અને પોતાના ઘરવાળા માટેનું ભરણપોષણ કરી શકાય તે રીતે બજારમાંથી સાડાબાર દોકડાની મૂડીમાંથી પુણીયો વેચાતી લાવી, બજારમાં વેચતો હતો તેમાં બે જણનું પેટ ભરાય એટલું મલી જાય કે ધંધો બંધ કરી ધર્મની આરાધના કરતો હતો, તેમાં રોજ ત્રિકાલ પૂજા કરતો હતો. બે ટંક આવશ્યક (પ્રતિક્રમણ) કરતો હતો અને બાકીના ટાઇમમાં સામાયિક કરી સ્વાધ્યાય કરતો હતો. તેમાં એકવાર ભગવાનની દેશનામાં સાંભળવા મળ્યું કે શ્રાવકપણામાં આરાધના કરતાં એક સહ ધર્મીને પોતાની શક્તિ મુજબ જમાડી ભક્તિ કરે તો શ્રાવકપણાની આરાધના પૂર્ણ ગણાય. તે સાંભળી ચિંતવવા લાગ્યો કે બે જણનું માંડ પૂર્ણ કરૂં છું તો સાધર્મિકને શી રીતે જમાડી ભક્તિ કરૂં ? આ વિચાર સવારમાં ઉઠતાં આવતા ચિંતવવા લાગ્યો તેમાં ધર્મપત્નીએ કહ્યું કે શું વિચારો છો ? ત્યારે પુણીયા શ્રાવકે તે વાત જણાવી એટલે શ્રાવિકાએ કહ્યું કે એમાં વિચાર શું કરો છો ? આપણે રોજ એક સાધર્મિકને જમાડી ભક્તિ કરી શકીએ ! ત્યારે પુણીયા શ્રાવકે કહ્યું શી રીતે ? તો શ્રાવિકાએ કહ્યું કે એક દિવસ તમારે ઉપવાસ કરવાનો. એક દિવસ મારે ઉપવાસ કરવાનો. તો તેમાં એક સાધર્મિકની ભક્તિ થઇ શકે. પુણીયા શ્રાવકે કહ્યું કે મારા કરતાં ધર્મમાં તું ચઢી. એ જ દિવસથી તે ચાલુ કર્યું. આવા વિચારો જે રહે છે તેમાં આ પ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય કામ કરે છે. પ્રત્યાખ્યાનીય સંજ્વલન કષાય આ કષાયનો ઉદય પાંચમા ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે. આ કષાયના કાળમાં જીવોને સુખમય સંસારને છોડીને સર્વવિરતિ લઇ સુંદર રીતે આરાધના કરવાનું મન થતાં પોતાની શક્તિ મુજબ સર્વસ્વનો ત્યાગ કરી સંયમનો સ્વીકાર કરી નિરતિચારપણે સંયમનું પાલન કરે છે અને તેમાં જ્ઞાનાભ્યાસ કરતાં કરતાં દેશવિરતિના પરિણામનો નાશ કરવા માટે પ્રયત્ન કરતો રહે છે. પ્રત્યાખ્યાનીય કષાય હોવાથી સર્વવિરતિની ભાવના હોવા છતાં પરિણામ આવતાં નથી અને સાથે સંજ્વલન કષાયનો ઉદય હોવાથી સંયમ લઇ સુંદર રીતે પાલન કરતાં તે કષાયનો નાશ કરવા પ્રયત્ન કરે છે. આ કષાયના ઉદયકાળમાં આયુષ્યનો બંધ થાય તો વૈમાનિક દેવનું આયુષ્ય અવશ્ય બંધાય છે. સંજ્વલન અનંતાનુબંધિ કષાય આ કષાયનો ઉધ્ય છટ્ટા પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનનાં પરિણામમાં રહેલા જીવોને હોય છે. આ કષાય સ્વાભાવિક રૂપે ઉદયમાં હોતો નથી. પણ પુરૂષાર્થ કરીને પેદા કરવા પડે છે. જ્યારે શાસનનો ઉહાહ થતો હોય અથવા શાસન પ્રભાવનાનું કાંઇ કાર્ય હોય તે વખતે શક્તિ સંપન્ન મહાત્મા પોતાની શક્તિનો ઉપયોગ કરી પુરૂષાર્થથી આ કષાય પેદા કરે છે ન કરે તો તે મહાત્માઓનો અનંત સંસાર વધી જાય છે એમ જ્ઞાની ભગવંતોએ કહેલું છે. આ કષાયનો ઉધ્ય સ્વાભાવિક રીતે થતો નથી પણ પુરૂષાર્થથી પેદા કરવો પડે. તે કષાય લાવવા માટે તે જીવો ધીમે ધીમે પ્રયત્ન કરી પછી જોરદાર આ કષાયનો ઉદય પેદા કરે છે. જેમ કે આચાર્ય ભગવંત કાલિકસૂરિ મહારાજાના શાસનમાં જે રાજા ગર્ભભિલ્લ રાજ્ય કરતો હતો તેને સાધ્વીજીનું રૂપ જોઇ તેને પડીને પોતાના અંતઃપુરમાં દાખલ કરી દીધી. આ સમાચાર આચાર્ય ભગવંતને તથા સંઘને મળ્યા. આચાર્ય મહારાજાએ સંઘના શ્રાવકોને તૈયાર કરી રાજાને સમજાવવા મોકલ્યા, પણ રાજા માનતો નથી. પછી આચાર્ય ભગવંત ખુદ જઇ તે રાજાને સમજાવવા પ્રયત્ન કરે છે. પણ રાજા સમજતો નથી, ત્યારે Page 62 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy