SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ જોઇએ. મેચીંગ વગર તો ચાલે જ નહિ એમ વિચારવાનું નહિ. આટલું ય મલે છે ને ? બીજાને એ પણ મલતું નથી માટે જે મલે તેમાં ચલાવી લેવાની તાકાત છે ને ? સુખના કાળમાં અને દુઃખના કાળમાં સમાધિ રાખીને જે જે ગ્રહસ્થો જીવી ગયા એઓનાં ચરિત્રો (જીવન ચરિત્રો) છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકમાં રહેલા મહાત્માઓને લખવાનું મન થયું અને લખ્યા શાથી ? એ જીવો ઉંચા પરિણામવાળા હતા માટે જ મનથી લખ્યા. અનેક જીવોને લાભનું કારણ જાણી એ લખો શક્યા. શાતા વેદનીયના ઉદયકાળમાં નિર્લેપ રીતે જીવીએ તો અશાતાના ઉદયકાળમાં સમતા ભાવ પેદા થઇ શકે માટે શાતાના ઉદયકાળમાં રાગાદિનો સંયમ કરીને જીવન જીવતાં શીખવું જોઇએ કે જેથી અશાતાના ઉદય કાળમાં ગ્લાનિ ન થાય અને સમતા આવે. શાતાના ઉદય કાળમાં રાગ કરીને જીવવાથી અશાતા ના ઉદયકાળમાં સમતા આવશે નહિ. અર્થાત્ અશાતા સમતાથી ભોગવી શકાશે નહિ. શાતા અશાતા સમતા ભાવે ભોગવવા માટે પહેલા નંબરે વિચાર કરવાનો કે આ બધું પુણ્ય છે તો મળ્યું છે અને જે દિ' પુણ્ય પુરૂં થશે તે વખતે જતું રહેશે માટે તેમાં રાગાદિ ન થાય તેની કાળજી, બીજા નંબરે શરીર એ આત્માથી ભિન્ન છે એ જ્ઞાન આત્મામાં જબરજસ્ત રીતે સ્થિર થવું જોઇએ. ગજસુકુમાલ રાજકુમારે પોતાની આખી જીંદગી સુખમાં વીતાવી. ભર જુવાન વયે બધા અનુકૂળ સુખોને સારી રીતે ભોગવી રહ્યો છે પણ જ્યાં નેમનાથ ભગવાન દ્વારકા નગરીની બહારના ઉધાનમાં પધાર્યા છે અને શ્રી કૃષ્ણ મહારાજા પોતાના પરિવાર સાથે દેશના સાંભળવા માટે ગયા છે તેમાં આ ગજસુકુમાળ પણ સાથે છે. ભગવાનની એક જ વાર દેશના સાંભળતાની સાથે વૈરાગ્યભાવ પેદા થઇ ગયો શાથી ? કહો કે સુખોને નિર્લેપતા થી ભોગવતા હતા માટે ને ? સંયમની ભાવના જાગી, ભગવાન પાસે, ભગવાનના હાથે સયમનો સ્વીકાર કર્યો અને ભગવાનને કહ્યું કે ભગવન્ મારે મોક્ષ જોઇએ છે. કયા ઉપાયથી મને જલ્દી મોક્ષ મળે એ ઉપાય બતાવો. ભગવાને કહ્યું કે-જો આજે જ મોક્ષ જોઇતો હોય તો સ્મશાનમાં જા-કાઉસ્સગ ધ્યાને ઉભો રહે-જે જે કાંઇ પરિષહ ઉપસર્ગ આવે તે વેઠી લેજે તને મોક્ષ મલી જશે. ગજસુકુમાલ મુનિ તહત્તિ કરીને નીકળ્યા અને સાંજે જ ઉપસર્ગ આવ્યો. પોતાના સોમિલ નામના સસરાએ માટીની પાળ માથા ઉપર બાંધીને ખેરના અંગારા સળગાવીને માથા ઉપર મુક્યા એમાં જે વેદના થઇ તે વેદના સહન કરી લેતાં તેજ દિવસે કાળધર્મ પામી સકળ કર્મથી રહિત થઇ મોક્ષે ગયા. વિચારો. સુખનો શાતા વેદનીયનો કાળ નિર્લેપ રીતે ભોગવેલો ન હોય તો દેશનાથી વૈરાગ્ય થાય ? એ વૈરાગ્યના કારણે સુખના પદાર્થોમાં સુખ નથી પણ એકાંતે દુઃખ જ છે માટે મારે મારા આત્માનું સંપૂર્ણ સુખ જોઇએ છે. જે રીતે મલે તે રીતે આજે જ જોઇએ છે એ વિચાર ક્યારે આવે ? અને તે વિચારથી અશાતાના ઉદયથી જે દુઃખ આવ્યું તે સમતા ભાવથી વેઠી શક્યાને ? તો તે વેઠવાથી તે જ ભવમાં મોક્ષે ગયાને ? માટે જ જ્ઞાનીઓ કહે છે કે અશાતાના ઉદય કાળમાં જેટલી સમતા રાખીશું એટલું જલ્દી જરૂર કલ્યાણ થશે જ. કારણ કે થોકની થોક સકામ નિર્જરા ચાલુ જ થઇ જવાની અને સારોકાળ હોય તો બધા ઘાતી કર્મોનો નાશ થતાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને અઘાતીનાં નાશથી મોક્ષ થઇ જ જવાનો કદાચ એવો કાળ ન હોય તો અહીંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ત્યાંથી મોક્ષ એ પણ ન બને તો ત્રીજા ભવે મોક્ષ થવાનો જ. માટે સમતા રાખીને સહન કરતાં શીખવું એજ શ્રેયકારી છે ને ? એવી જ રીતે સ્કંધક મુનિ પાંચસો શિષ્યો સાથે જે ગામમાં આવ્યા છે તે ગામમાં રાજાએ પાંચસો સાથે ઘાણીના યંત્રમાં પીલવાનો હુકમ કર્યો છે તેમાં બધા સાધુઓ અને બાલમુનિઓને એ ઉપસર્ગ જે Page 46 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy