SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ થાય તે. (૩) મોહનીય કર્મના ઉદયથી સંતોષને બદલે અસંતોષ પેદા થયા કરે હજી વધારે મલે તો સારું એમ ગ્લાનિનો અનુભવ થયા કરે તે અશાતા. આ ત્રણે કારણથી જે પ્રમાણે અંતરાય કે મોહનીય કર્મનો તીવ્રરસ બાંધ્યો હોય તે પ્રકારે અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવે છે. તેનાથી બચવા માટે સહન કર્યા કરવું. સહજતાથી, સમતાથી સહન કર્યા કરવું એજ કલ્યાણકારી ઉપાય છે બાકી તો અશાતા વેદનીયનો અભ્યરસ ભોગવવા લાયક લઇને આવ્યો હશે પણ સહન કરવાની વૃત્તિ નહિ કરે અને ગ્લાનિ કર્યા જ કરશે તો અશાતા વેદનીય તીવ્રરસે બાંધી દેશે. માટે ધર્મક્રિયામાં લીનતા લાવી ભક્તિ કરતાં કરતાં શાતા વેદનીય તીવ્ર રસે બાંધેલી હશે તો અશાતાના ઉદયકાળમાં જીવ શાતાનો અનુભવ કરી શકશે. પાણીની ભમરીમાં માણસ ફ્લાઇ જાય તો શું થાય ? માણસ મરી જાય એમાંથી નીકળવાનો કોઇ રસ્તો મલે નહિ એવી જ રીતે મોહરાજાની પાપની ભમરીઓમાં ક્સાઇ ગયા તો ત્યાંથી બહાર નીકળવાનો. કોઇ રસ્તો મલશે નહિ. શરીરમાં કોઇ રોગ નથી. લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ ભાવ પણ છે છતાં એક મોહનીય કર્મના ઉદયથી જીવ અસંતોષ અને મલે તેમાં ઓછું ઓછું માનીને ગ્લાનિમાં જ જીવ્યા કરે તે અશાતાથી જીવતો જાય છે એમ કહેવાય છે. દીકરાને ભણાવી ગણાવીને મોટો કર્યા પછી કમાતો થાય અને એ તમારાથી મોટું વી દે તો તે દુ:ખ ખમી ખાવાની તાકાત કેળવશો ? કેળવી છે ? તેનો પુણ્યોદય છે અને આપણો પાપોદય છે માટે આમ બને છે તેમાં એનો શું દોષ એમ માનીને સહન કરી લેવાનું ખરૂં? પત્નિ એટલે પોતાની પત્નિ બે શબ્દો કડક કહે તોય સાંભળી લેવાનું મારા સારા માટે જ કહે છે. એમ માનીને સહન કરી લેવું. આવા ટાઇમે ગ્લાનિ કરીએ તો અશાતા તીવ્રરસે બંધાય અને એજ મારે પાછું ભોગવવું પડશે માટે સહન કરી લઉં એવો વિચાર ખરો કે બોલવા જાય તો બીજી ચાર સાંભળવી પડે એમ છે માટે સહન કરી લઉં એ ભાવ હોય છે ? જો એ ભાવ હોય તો સહન કરવા છતાંય અશાતા તીવ્રરસે બંધાતું જાય છે. શાતા અશાતાં બન્નેમાં સાવધગિરિ રાખીને પોતાનું જીવન જીવે તેનેજ આત્મિક ગુણનું દર્શન થઇ શકે. પાપનાં રસનાં ઉદયના કારણે જ આપણો સંસાર ચાલે છે, વધે છે. દા.ત. એક જ પ્રકારના ડક શબ્દો દીકરી બાપને કે માને બોલી હોય અને એજ શબ્દો ઘરમાં દીકરાની વહુ બોલી હોય તો તે બન્નેનાં શબ્દો સાંભળતા અંતરમાં ગ્લાનિ દુ:ખ કોના શબ્દોથી થાય ? કહોને કે વહુના શબ્દોથી એ આવું કેમ કહી શકે બોલે જ કેમ એતો. હજી કાલની આવેલી છે ! આવા વિચારો જેમ જેમ કરતાં જાય તેમ તેમ અશાતા તીવ્રરસે બંધાય ગમે તેટલી. શાતાની સામગ્રી મલી હોય છતાં તમને શાતાનો અનુભવ ક્યાંથી થાય ? દિકરી અને વહુ બન્ને પ્રત્યે અંતરમાં સમભાવ ખરો ? બે દિકરાઓ હોય તો પણ બન્ને પ્રત્યે સમભાવ નથી હોતો તો પછી બીજાની ક્યાં વાત કરવી ? આવી ગ્લાની પેદા થયે એના કારણે મોહનીય કર્મના ઉદયથી-રાગાદિ પરિણામના કારણે ખોટું લાગી-જવાથી લાંબી માંદગી પેદા થયેલી હોય એનાથી બાપ સામે દીકરાના જ ગુણ ગવાતા હોય ત્યારે પણ અંતરમાં ગ્લાની અનુભવાય તેનાથી જ અશાતા વેદનીયનો તીવ્રરસ બંધાઇ જાય છે. માટે શાતા અશાતા બન્નેમાં જીવન જીવતા શીખવાનું કહ્યું છે. શાતાના કાળમાં આનંદ નહિ અને અશાતાના કાળમાં ગ્લાનિ નહિ મને પુણ્યના ઉદયથી જેટલું મલવાનું હતું જેવું મલવાનું હતું તેવું કહ્યું છે અમ સમજીને જીવવાનું. અંગ ઢાંકવા માટે કપડું જોઇએ એ મલે શાતાના ઉદયથી તેમાં આવું જોઇએ આની સાથે આ મેચીંગ Page 45 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy