SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાથી શરીર ર્તિમાં રહે, ઉંઘ ન આવે. જો અધિક ખવાઇ જાય તો શરીરનો થાકોડો ઉતારવા માટે એને ઉંઘ લેવી જ પડે છે. આહાર ઘટાડવાના પ્રયત્નના કારણે થોડા દિવસ ભૂખ જેવું લાગશે પણ પછી ટેવ પડી ગયા પછી નિદ્રા ઉપર વિજય મેળવી શકાશે. જ્ઞાની ભગવંતો કહે છે કે જેમ સંયમ પર્યાય વધે એટલે દીક્ષાના વર્ષો વધે તેમ ધીમે ધીમે એની નિદ્રા ઘટવી જ જોઇએ. આચાર્ય-ઉપાધ્યાય ભગવંતોને-ગીતાર્થ મુનિ ભગવંતોને ત્રણ કલાકથી વધારે ઉંઘવાનો નિષેધ છે કોઇ દિ' પણ અધિક નિદ્રા ન કરાય. જેમ નિદ્રા વધતી જાય તેમ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ ઘટતો જાય. ગ્રહસ્થને વધારેમાં વધારે છ કલાકની નિદ્રા કહેલી છે. રાત્રિમાં વિશેષ જાગનારાઓને માટે મનુષ્યો નહિ પણ જાનવર કહેલા છે. નિદ્રાના કાળમાં મરેલો જીવ મોટા ભાગે દુર્ગતિમાં ગયા વગર રહે નહિ કારણ કે નિદ્રાના ઉદયકાળમાં જીવને કર્મનો બંધ પડે તો દુર્ગતિનો પડે છે. નવકાર ગણીને સૂતેલા જીવને પણ જો બીજા વિચારો કર્યા વિના સૂતો હોય તો ઉંઘમાં ને ઉંઘમાં મરે તો સદ્ગતિનો બંધ પડે છે પરંતુ આપણે તો નવકાર પહેલા ગણી પછી આવતી કાલની કાર્યવાહીના વિચારોનો સ્વાધ્યાય કરી પછી સૂઇ જઇએ એવા છીએ તો સગતિનો બંધ ક્યાંથી પડે ? નહિતર નવકાર ગણતાં ગણતાં ઉંઘ ન આવે તો નવકાર સિવાયના બીજા વિચારો ન આવે એવું બને છે ખરૂં ? જો આ રીતે વિચારો કરીએ તો જરૂર નિદ્રા ઘટે જ. પૈસાની વિચારણા કરતાં કરતાં ઉંઘ ઉડી ગઇ હોય અથવા ઉડી જતી હોય એવું વ્યવહારમાં ઘણીવાર બને છે તો નવકાર આદિ ગણતાં પુણ્ય પાપના પદાર્થનું ચિંતન કરતાં ઉંઘ ઉડી ગઇ હોય એમ કેમ નથી બનતું ? અનુકૂળ પદાર્થોનો આપણા અંતરમાં જ રસ છે એની અપેક્ષાએ જ્ઞાનના પદાર્થનો આપણા અંતરમાં રસ કેટલો ? માટે જ્ઞાન તંતુઓનો ઉપયોગ ક્ષયોપશમભાવ રૂપે ચાલતો હોય તેને દબાવીને ક્ષયોપશમ ભાવને ઓછો કરવાનું કામ અથવા એ ક્ષયોપશમનો નાશ કરવાનું કામ આ પાંચ પ્રકારની નિદ્રા પાપ પ્રકૃતિઓ જે કહેલ છે તે કરી રહેલી છે. કોઇ ન ઉંઘનારને આપણે પરાણે ઉંઘાડીએ તો કેટલીકવાર તીવ્રરસે દર્શનાવરણીય કર્મ બાંધી બેસીએ એવું પણ બને અને ભવાંતરમાં સદા ઉંઘતા એવા એકેન્દ્રિયપણામાં જવું પડે એવો કર્મબંધ પણ કરી બેસીએ કોઇને બિમારીમાં ઉંઘ ન આવતી હોય તો ઉંઘવાનું કહેવા કરતાં જરા આડા પડો એમ કહી શકાય આવી વ્યવહારૂ ભાષા પણ જ્ઞાનીઓએ બતાવી છે. ઉંઘવાનું બોલીને તથા આરામ કરો બોલીને પણ પાપ બાંધીએ છીએ. નાના બાળકને ઘોડીયામાં હીંચકા નાખીને સુવાડવામાં પણ દર્શનાવરણીય કર્મ બંધાય છે. વજસ્વામીજીનો જીવ, બાપાએ દીક્ષા લીધી છે નહિતર ઘરે હોત તો કેટલો સારો જન્મ મહોત્સવ કરત એ શબ્દો સાંભળીને સુતા સુતા પણ સજાગ થઇ ગયા. માએ બાપને આપ્યા પછી સાધ્વીજીઓના મકાનમાં એટલે ઉપાશ્રયમાં રહીને ઘોડીયામાંને ઘોડીયામાં સજાક રહી નાની ઉંમરમાં અગ્યાર અંગ ભણ્યા. માટે વિચારો બદલીને, વહેવારમાં ભાષાના શબ્દો બદલી નાંખો. તો એજ ક્રિયા કરતાં દર્શનાવરણીય કર્મ તીવ્રરસે બંધાય નહિ. ગીતાર્થ ગુરૂ ભગવંતો કે કેવલી ભગવંતો સૂતા નથી. શરીરને આડુ પાડીને પણ પદાર્થોની ચિંતવના કરતાં સ્વાધ્યાયાદિ જ કયાં કરે છે અંતરથી સજાગ રહેતા હોય છે આપણી સજાકતા કેટલી છે ? જે જીવને જ્યારે ઉંઘવું હોય ત્યારે ઉંઘી શકે અને જાગવું હોય ત્યારે જાગી શકે તેવા શરીરવાળા જીવને નિરોગી શરીરવાળા કહેવાય તેવા શરીરમાં થાકોડો પણ લાગે નહિ. આપણે નિદ્રા ઘટાડવાનો પ્રયત્ન કરીએ છીએ ખરા ? જે જીવોની ઉંઘ શ્વાન એટલે કૂતરા જેવી હોય તેને જ્ઞાનીઓ નિદ્રા કહે છે. તેમાં નિદ્રાનો રસ બહુ અલ્પ હોય છે. આ નિદ્રાઓનાં ભેદોમાં જેવો અભ્યાસ પાડીએ એવી નિદ્રા થતી હોય છે. Page 42 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy